Kumkum swami narayan mandir: કુમકુમ આનંદધામ-હીરાપુર ખાતે છત્રીની પ્રતિષ્ઠા કરવામાં આવશે

Kumkum swami narayan mandir: ૮ ડીસેમ્બરે કુમકુમ મંદિરના સંસ્થાપક ૧૦૦ વર્ષીય સંત માટે આરસની છત્રીની પ્રતિષ્ઠા કરવામાં આવશે.

અમદાવાદ, 06 ડીસેમ્બર: Kumkum swami narayan mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર દ્વારા તા. ૭ અને તા. ૮ ડીસેમ્બરના રોજ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધાન થયા તેને એક વર્ષ માગશર સુદ-પૂનમના રોજ પૂર્ણ થતું હોવાથી “સદ્ગુરુ સ્મૃતિ મહોત્સવ” ઉજવાશે.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરના સંસ્થાપક ૧૦૦ વર્ષીય સંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માટે આરસની છત્રી તૈયાર કરવામાં આવી છે,તેની પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેની અંદર શ્રીજીમહારાજના ચરણારવિંદ અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના પટ્ટમૂર્તિ પધરાવવામાં આવશે. આ આરસની છત્રીનું કામ રાજસ્થાનમાં આવેલા પીંડવાડા ગામ ખાતે કરવામાં આવ્યું છે.

આ આખી છત્રી ઈટાલિયન મારબલમાંથી બનાવામાં આવી છે. જે છત્રી ર૦ ફૂટ લંબાઈ ર૦ ફૂટ પહોળાઈ અને ૩૦ ફૂટ ઉંચાઈની બનશે. આ છત્રીનું નક્શીકામ કરવામાં ૭ મહિના સુધી કામ ચાલ્યું છે. આ છત્રીની પ્રતિષ્ઠા થયા પછી દર પૂનમે સત્સંગ સભા યોજવામાં આવશે.

આ છત્રીની જે પ્રતિષ્ઠા કરવામાં આવશે. તે સ્થાનનું નામ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ”આનંદધામ” પાડવામાં આવશે. આ મહોત્સવ પસંગે તા. ૭ ના રોજ સવારે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની ૧૦૦૦ પારાયણો કરવામાં આવશે.સાંજે મહાયજ્ઞ કરવામાં આવશે.

તા.૮ ના રોજ છત્રીની પ્રતિષ્ઠા કરવામાં આવશે અને સાધુતાની મૂર્તિ સદ્ગુરુ સ્વામી-જીવન સંદેશ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંસ્થાના સંતો પધારશે અને દેશ વિદેશના ભક્તો પણ આ ઉત્સવનો લાભ લેશે.

આ બે દિવસીય મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-આનંદ ધામ ખાતે ઉજવાશે. જેનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Pea Parathas recipes: શિયાળામાં બનાવો ગરમાગરમ વટાણાના પરાઠા

Gujarati banner 01