Importance of shravan month Shiv

Lord shiva 8 swarup: દુનિયાના પહેલા ગુરુ દેવોના દેવ મહાદેવ છે, વાંચો જગતગુરુ શિવજીના સ્વરૂપો વિશે

Lord shiva 8 swarup: ભગવાન શિવના 8 સ્વરૂપોથી જીવન જીવવાની યોગ્ય રીત શું છે તે જાણી શકાય છે

ધર્મ ડેસ્ક, 22 ઓગષ્ટઃ Lord shiva 8 swarup: શ્રાવણ મહિનાના થોડાં દિવસ જ બાકી રહ્યા છે. શિવજીને જ સૃષ્ટિ પહેલાં ગુરુ માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય બંનેના જ ગુરુ ભગવાન શિવ છે. શિવજીના અનેક સ્વરૂપ છે અને દરેક સ્વરૂપ પૂર્ણ છે. શિવજીને પ્રથમ અઘોર પણ કહેવામાં આવે છે. અઘોરનો અર્થ છે જે ઘોર નથી, એટલે જે કોઇમાં ભેદભાવ કરતાં નથી. જેઓ કોઇ સાથે અસમાન વ્યવહાર કરતાં નથી, જેમના માટે બધા જ સમાન છે, જેઓ સારા-ખરાબ ભાવોથી મુક્ત છે.

શિવ સંસારમાં વ્યક્તિએ અઘોર રહેવું જોઇએ. ત્યારે જ મોક્ષ સંભવ છે. ઘોર અથવા ભેદભાવ, સારું-ખરાબ, મારું-તારુંનો ભાવ આવતાં જ મોક્ષના માર્ગથી ભટકી જાય છે. શિવજીના દરેક સ્વરૂપથી કોઇનો કોઇ બોધપાઠ જીવનમાં ઉતારી શકાય છે. સંસારને જ્ઞાનનું પહેલું કિરણ જણાવનાર ભગવાન મહાકાળે પોતાને દુનિયામાં રહીને દુનિયાથી અલગ રહેવાનું શીખવ્યું છે.

નીલકંઠ ( જેમનો કંઠ વિષના કારણે વાદળી છે)
અવગપણોને એક જગ્યાએ રોકી લો. પોતાનામાં કે સમાજમાં ફેલાવા દેશો નહીં.

સ્મશાનવાસી(શિવનું એક અઘોર સ્વરુપ)
મૃત્યુ અટલ છે, તે સત્ય છે તેનો સ્વીકાર કરો. દરેક કામ એવુ કરો જાણે કાલે જ મૃત્યુ સાથે મુલાકાત થવાની છે.

આ પણ વાંચોઃ Farmers Meeting at gandhinagar: ખેડૂતો ફરી આક્રમક મૂડમાં, ગાંધીનગર ખાતે યોજાઇ બેઠક

કૈલાશવાસી( જે કૈલાશ પર્વત પર નિવાસ કરી છે)
તમારા સિદ્ધાંત, ધર્મ અને કર્તવ્યને હંમેશા ઊંચા રાખો. તેમને સન્માન આપશો તો તમારું સન્માન પણ કૈલાશની જેમ ઊંચુ થશે.

ત્રિશૂલધારી( ભગવાન શિવનુ શસ્ત્ર છે)
જન્મ, જીવન અને દુઃખદાયી છે. પકંચુ તમે તમારા કર્મોથી તેમને પોતાનું હથિયાર બનાવી શકો છો.

પાર્વતીનાથ(દેવી પાર્વતીના સ્વામી શિવ)
પરિવારમાં પ્રેમ અને દામ્પત્યમાં એકબીજાનું સન્માન જરુરી છે. તેના વિના પરિવાર એક થઇ જ ન શકે.

ભોળાભંડારી(શિવનું સહજ સ્વરુપ)
હંમેશા ભેદભાવથી રહિત રહો. ભેદભાવ મનમાં વિકાર અને જીવનમાં અસંતુલન પેદા કરે છે. હંમેશા સહજ-સુલભ રહો.

અર્ધનારીશ્વર(શિવનુ અડધુ સ્ત્રી અને અડધુ પુરુષનું સ્વરુપ)
પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ત્રણેયમાં જ સ્ત્રી પુરુષનું સમાન મહત્વ છે. બંને મળીને એક સૃષ્ટિ છે તે અલગ અલગ નથી.

નટરાજ(શિવનુ તાંડવ સ્વરુપ)
જીવનમાં ગંભીરતા જરુરી છે પરંતુ જીવનમાં કળાનું હોવુ પણ તેટલુ જ જરુરી છે. તેના દ્વારા જીવનનું સંતુલન છે.

આ પણ વાંચોઃ Gujarat 2 senior ministers hacked: રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી આ બે સિનિયર મંત્રીઓના ખાતા પાછા લેવાયા- ગુજરાત સરકારમાં મોટા ફેરફાર થવાના એંધાણ

Gujarati banner 01