Mandir open: આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.

Mandir open: કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું.

Mandir open: મંદિરમાં સવારે ૮ – ૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવીને આરતી કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભક્તો મંદિરમાં હવે ભગવાનના દર્શન સવારે ૮ – ૦૦ થી ૧ર – ૦૦ અને સાંજે ૪ -૦૦ થી ૭ -૦૦ સુધી ઓફલાઈન કરી શકશે.

  • તા. ૧૧ – ૬ – ર૦ર૧ – શુક્રવારથી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર સૌ સત્સંગીઓ માટે ખુલ્લ મૂકવામાં આવ્યું છે.

અમદાવાદ , ૧૧ જૂન: Mandir open: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,સરકારના નિયમો અનુસાર મંદિરમાં ૫૦ માણસોથી વધુ ભક્તોને એક સાથે દર્શન કરવા માટે આવવા દેવામાં આવશે નહીં. દર્શન કરવા માટે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે.અમો દરેક સત્સંગીઓને અપીલ કરી છે કે, તેઓ વેક્સિન અવશ્ય ઝડપથી લઈ લે. આ કોરોના વાયરસની ઉપાધિમાંથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય વેક્સિન લેવી એ જ છે. વેક્સિન અવશ્ય લેવી જોઈએ.

Whatsapp Join Banner Guj

Mandir open: કુમકુમ મંદિરના દરેક સંતો અને ૧૦૦ વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામી એ પણ વેક્સિન લઈ લીધી છે.તે લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ અમને પડી નથી. અમને તો તાવ પણ આવ્યો નથી.તેથી સૌને વિનંતી કરીએ છીએ કે, વેક્સિન અવશ્ય લેશો. અમેરીકા,યુ.એસ. આદિ દેશોમાં પણ કોરોના વાયરસ વધુ ફેલાયો હતો.પરંતુ હાલ , તે દેશોમાં કોરોના વાયરસ સામે લડવામાં સફળતા પ્રાપ્ત થઈ હોય તો તેનું મુખ્ય કારણ વેક્સિન જ છે. તેથી આપણા ભારત દેશના નાગરીકો જેટલી મોટી સંખ્યામાં અને જલ્દીથી વેક્સિન લઈશું તેટલી આ કોરાનાની ઉપાધિ જલ્દી નાબૂદ થશે.

આ પણ વાંચો…ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ભારતના દેશના વૈજ્ઞાનિકોએ અને આપણા ડૉક્ટરો એ આટલી બધી મહેનત કરીને વેક્સિન બનાવી છે તે સંપૂર્ણ સફળ થયેલ છે. તો તેના ઉપર વિશ્વાસ રાખીને વેક્સિન લેવી જોઈએ.આપણે હજામત કરાવવા માટે જઈએ છીએ, ત્યારે તે માણસ ઉપર પણ વિશ્વાસ રાખીએ છીએ, કે મારું ગળું નહી કાપી નાંખે ને ? તો દેશના વૈજ્ઞાનિકો ઉપર આપણે કેમ વિશ્વાસ ના રાખીએ ? અવશ્ય વિશ્વાસ રાખવો જ જોઈએ.

આપણે સૌ નિત્ય સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે,કોરોના વાયરસની આવનારી ત્રીજી લ્હેરથી સૌની રક્ષા કરે.