Somnath temple

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર(Temple) ખુલવા જઇ રહ્યા છે…કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન દુર્લભ કરી નાખ્યા હતા.

Temple

જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા, પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો છે જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો(Temple) 11 તારીખથી શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લા મુકવામા આવશે.

જો કે શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કના નિયમોનું કડક પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

રાજ્યના દરેક ધાર્મિક સંસ્થાઓએ એક સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર ન થાય તેની કડકપણે તકેદારી રાખવાની રહેશે…જેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોએ મંદિર(Temple) ખુલે તે પહેલા સેનેટાઇઝિંગ..સાફસફાઇ સહિતની કામગીરી આરંભી છે.

તો ઘણા લાંબા સમય બાદ મંદિરો શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલતા હોવાથી એક સાથે ભીડ એકત્ર ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે.

કોરોનાની મહામારીથી હવે રાહત મળી છે. જેથી શ્રદ્ધાળુઓમાં ઉમંગ છે. જેથી શ્રદ્ધાળુઓના આગમન પર્વે મા ઉમિયાનું ધામ ઊંઝા.પાવાગઢ. અને બહુચરાજી મંદિર તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવી છે.

તો ડાકોર, શામળાજી અને દ્વારકા મંદિર(Temple) તંત્ર પણ સજ્જ બન્યું છે તો જગતના નાથ જગન્નાથનું અમદાવાદ સ્થિત મંદિર(Temple) પણ દર્શનાર્થીઓના આગમન પૂર્વે સજ્જ જોવા મળ્યું છે.

નોંધનીય છે કે, માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર, ભાવનગરના ખોડીયાર મંદિર આજ થી ખુલશે, જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર અને સોમનાથ મહાદેવનું મંદિર આજથી ખુલશે.

આ પણ વાંચો….

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય: રાજ્યના નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં ૧૩૦ ટકાનો માતબર વધારો, ૨૦૦૦ સ્ટાફ નર્સો(Nurse)ની ભરતી કરાશે

ADVT Dental Titanium