Money Plant Myth

Money Plant Myth: શું ખરેખર ચોરી કરેલ મનીપ્લાન્ટ લગાવવાથી થાય છે ધનવર્ષા? વાંચો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Money Plant Myth: વાસ્તુ નિષ્ણાતોએ આ અંગે કોઇ સહમતિ નથી દર્શાવી, તેથી મની પ્લાન્ટની ચોરી ન કરો

જ્યોતિષ શાસ્ત્ર, 19 જુલાઇઃ Money Plant Myth : મની પ્લાન્ટનો છોડ તેના નામ પ્રમાણે જ કામ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટનું ઘણું મહત્વ રહેલું છે. જો તેને ઘરની અંદર કે બહાર નિયમો અનુસાર લગાવવામાં આવે તો વ્યક્તિને રોડ પરથી કરોડપતિ બનવામાં સમય લાગતો નથી પરંતુ બીજી તરફ જો તેને લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના વિપરીત પરિણામો પણ આવી શકે છે.

મની પ્લાન્ટ વિશે ઘણીવાર લોકો પાસેથી એવું સાંભળવામાં આવે છે કે જો ઘરમાં ચોરી થયેલ મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે. વાસ્તુ નિષ્ણાતોએ આ અંગે કોઇ સહમતિ નથી દર્શાવી, તેથી મની પ્લાન્ટની ચોરી ન કરો. આ સાથે કાચની બોટલમાં મની પ્લાન્ટ નાંખવાનું ટાળો.

વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ મૂકવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેને યોગ્ય દિશામાં મૂકવું ખૂબ જ જરૂરી છે. તેમજ મની પ્લાન્ટ ક્યાં વાવવો, તેની વેલને કેવી રીતે લગાવવા વગેરે બાબતો પર ધ્યાન ન આપીએ તો વ્યક્તિ ગરીબીના ભવંડરમાં ફસાઈ જાય છે. તો આવો ચાલો જાણીએ મની પ્લાન્ટ લગાવવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે જાણીએ.

મની પ્લાન્ટ લગાવવાના ફાયદા

  • વાસ્તુ નિષ્ણાંતોનું માનવું છે કે જો ઘરમાં મની પ્લાન્ટની વેલ લગાવવામાં આવે તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ જેટલો વધુ ફેલાય છે તેટલો વધુ પૈસાનો વરસાદ થાય છે.
  • જો મની પ્લાન્ટ અગ્નિ દિશામાં લગાવવામાં આવે તો તે નામ પ્રમાણે જ ફળ આપી જાય છે. તેનાથી અગ્નિ દિશાના દોષ દૂર થાય છે. તેમજ ઘરમાં સકારાત્મકતા રહે છે.
  • મની પ્લાન્ટનો છોડ સીધો શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. તેને લગાવવાથી શુક્ર ગ્રહને બળ મળે છે. છોડને અગ્નિ દિશામાં લગાવવાની સલાહ અપાય છે. આ દિશાના દેવતા ગણેશજી છે અને પ્રતિનિધિ શુક્ર છે.
  • એવું માનવામાં આવે છે કે પાકાં મકાનોમાં કાચી જમીન હોતી નથી. આવી સ્થિતિમાં શુક્રની સ્થાપના ઘરમાં થઈ શકતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર કાચી જમીનનો કારક છે. જો ઘરમાં પાકી જમીન ન હોય તો મની પ્લાન્ટ શુભ પરિણામનો કારક છે.

આ પણ વાંચોઃ Lalit Modi Susmita Sen Relationship: સુષ્મિતા સેન સાથે રિલેશન પર ખુલાસા બાદ લલિત મોદીએ ટીકાકારોને આપ્યો આવો જવાબ- વાંચો વિગત

મની પ્લાન્ટથી નુકશાન પણ થાય છે

  • જો મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો વ્યક્તિને ભારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે. તેને ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવું જોઈએ.
  • મની પ્લાન્ટ વિશે એ અંધશ્રદ્ધા પણ છે કે મની પ્લાન્ટ જ્ઞાનતંતુઓ(નસો)ને અસર કરે છે. એવું માનવામાં આવે છે કે છોડનું ઉપરની દિશામાં વધવું શુભ મનાય છે. તે જ સમયે નીચે તરફ જવું નુકસાનકારક છે.
  • એવી માન્યતા છે કે જો તમે તમારો મની પ્લાન્ટ કોઈ બીજાને આપો છો તો તેનાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે.
  • મની પ્લાન્ટને શુક્રનો છોડ માનવામાં આવે છે, તેથી શુક્રના શત્રુ છોડને તેની પાસે ન રાખવા જોઈએ જેમકે મંગળ, ચંદ્ર અને સૂર્યનો છોડ.

આ પણ વાંચોઃ Girl Died After Drinking Polluted Water : રાજ્યના આ શહેરમાં નળમાંથી આવે છે ગંદુ પાણી, 20 વર્ષની યુવતીનુ થયુ મોત

Gujarati banner 01