Planet Yoga Coincidence: આ અઠવાડિયે બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે, વ્રત અને પૂજા માટે આ ત્રણ દિવસ રહેશે શુભ- વાંચો વિગત

Planet Yoga Coincidence: બુધવારે એટલે આજે બુધ ગ્રહ રાશિ બદલીને મકરમાં આવી જશે. તેના પછીના દિવસે એટલે ગુરુવારે સફલા એકાદશી વ્રત રહેશે

ધર્મ ડેસ્ક, 29 ડિસેમ્બરઃ Planet Yoga Coincidence: વર્ષના છેલ્લાં સપ્તાહમાં સતત ત્રણ દિવસ વ્રત રહેશે. આ સપ્તાહ 2 ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે. બુધવારે એટલે આજે બુધ ગ્રહ રાશિ બદલીને મકરમાં આવી જશે. તેના પછીના દિવસે એટલે ગુરુવારે સફલા એકાદશી વ્રત રહેશે. પછી વર્ષના છેલ્લાં દિવસે શુક્ર પ્રદોષ અને નવા વર્ષના પહેલાં દિવસે શિવ ચૌદશ વ્રત રહેશે. આ પ્રકારે સતત બે દિવસ શિવ પૂજાનો સંયોગ બનશે. તેમાં બુધવારે બુધ અને શુક્રવારે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થવું ખૂબ જ મોટો સંયોગ માનવામાં આવી રહ્યો છે.

29 ડિસેમ્બર, બુધવારઃ જ્યોતિષીય દૃષ્ટિએ આ દિવસ ખાસ છે. આ દિવસનો સ્વામી ગ્રહ એટલે બુધ ધન રાશિમાંથી મકર રાશિમાં આવી જશે. આ રાશિમાં શનિ અને શુક્ર, પહેલાંથી જ છે. બુધના રાશિ બદલવાથી દેશની આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થશે.

30 ડિસેમ્બર, ગુરુવારઃ બૃહસ્પતિવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. એટલે તેને હરિવાસર પણ કહેવામાં આવે છે. આ દિવસે એકાદશી તિથિનું હોવું ખૂબ જ શુભ સંયોગ છે. ગુરુવાર અને એકાદશી તિથિમાં કરવામાં આવતી વિષ્ણુ પૂજાનું અનેકગણું શુભ ફળ મળે છે.

આ પણ વાંચોઃ Police action plan for 31st: અમદાવાદમાં 31 ડિસેમ્બરે 13 હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશે

31 ડિસેમ્બર, શુક્રવારઃ આ દિવસ જ્યોતિષ સાથે ધાર્મિક દૃષ્ટિએ પણ ખાસ છે. આ વારનો સ્વામી શુક્ર, આ દિવસે મકર રાશિમાંથી બહાર આવીને એક રાશિ પાછળ એટલે ધનમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્ય પહેલાંથી જ હાજર છે. સૂર્ય અને શુક્રના એકસાથે હોવાથી દેશમાં મુખ્ય વહીવટી નિર્ણયો અને બોલિવૂડ સાથે જોડાયેલી કોઈ મોટી ઘટના બની શકે છે. સાથે જ, આ દિવસે તેરસ તિથિ હોવાથી શુક્ર પ્રદોષના સંયોગમાં કરવામાં આવતી શિવ પૂજા સમૃદ્ધિ આપનારી રહેશે.

1 જાન્યુઆરી, શનિવારઃ નવા વર્ષના પહેલાં દિવસે ચૌદશ તિથિ રહેશે. શનિવારે માસિક શિવરાત્રિનો સંયોગ હોવાથી આ દિવસ શિવપૂજા માટે ખાસ રહેશે. આ દિવસે ભગવાન શિવને તલના તેલનો દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારના દોષ અને પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ શનિદોષમાં પણ રાહત મળે છે.

Whatsapp Join Banner Guj