Rashi

Rashi bhavishya: 7 એપ્રિલે મંગળનું રાશિ પરિવર્તન; 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે- આ રાશિના જાતકોનું ખૂલશે ભાગ્ય

Rashi bhavishya: આ તારીખે શનિ રાશિ બદલીને કુંભમાં ફરીથી મંગળ સાથે આવી જશે, જે 17 મે સુધી રહેશે. આ પ્રકારે 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે

જ્યોતિષ ડેસ્ક, 06 એપ્રિલઃ Rashi bhavishya: મંગળ ગ્રહ 7 એપ્રિલે બપોરે લગભગ 4 કલાકે રાશિ પરિવર્તન કરશે. આ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મકરમાંથી કુંભમાં પ્રવેશ કરશે. આ પહેલાં 26 ફેબ્રુઆરીના રોજ આ ગ્રહ મકર રાશિમાં આવ્યો હતો. હવે 17 મે સુધી એ કુંભ રાશિમાં રહેશે. મકર રાશિમાં શનિ અને કુંભ રાશિમાં મંગળ હોવાથી 29 એપ્રિલ સુધી આ બંને ગ્રહનું દ્વિર્દ્વાદશયોગ રહેશે. આ તારીખે શનિ રાશિ બદલીને કુંભમાં ફરીથી મંગળ સાથે આવી જશે, જે 17 મે સુધી રહેશે. આ પ્રકારે 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે.

મંગળનું રાશિ પરિવર્તન રિયલ એસ્ટેટ અને ઉદ્યોગ જગતમાં તેજીનો સંકેત આપી રહ્યું છે. દેશની સુરક્ષા પર રૂપિયા ખર્ચ થશે. પ્રોપર્ટી ખરીદી-વેચાણ વધશે. જમીનની કિંમતોમાં અચાનક ઉતાર-ચઢાવ પણ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવની સ્થિતિ રહી શકે છે. નવા સમજૂતી સાવધાની સાથે કરવી પડશે. સોના-ચાંદીની કિંમતો વધી શકે છે. કપાસ, કપડાંની કિંમતો વધવાના યોગ છે. અગ્નિ તત્ત્વ સાથે જોડાયેલી વસ્તુઓ એટલે પેટ્રોલ, ડીઝલની કિંમતોને લઇને મોટા નિર્ણય લેવાઈ શકે છે.

અશુભ યોગ દ્વારા પરેશાનીઓ વધશે
શનિ-મંગળની યુતિ અને દ્વિર્દ્વાદશ યોગથી અનેક લોકોની પરેશાનીઓ વધી શકે છે. પ્રોપર્ટીને લગતું નુકસાન થઈ શકે છે. લેવડ-દેવડ અને રોકાણને લઇને વિવાદ થવાના યોગ બનશે. અનેક લોકો માટે તણાવનો સમય રહેશે. ધનહાનિ અને દેવું વધી શકે છે. બીમારીઓ વધશે. જોકે આ ગ્રહના કારણે નવા ષડયંત્ર અને યોજનાઓ પણ બનશે. રાજનીતિ સાથે જોડાયેલા ફેરફાર થશે. શનિ-મંગળના યોગમાં નવી શરૂઆત કરવાથી બચવું જોઈએ, નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે.

આ પણ વાંચોઃ Alia Ranbir will get married on this date: રણબીર- આલિયા આ તારીખે ફેરા ફરશે, આ સેલેબ્સ આપશે હાજરી- વાંચો વિગત

હનુમાનજીની પૂજા કરવાથી અશુભ અસર ઘટશે
મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે મધ ચાંટીને ઘરેથી બહાર જવું. લાલ ચંદનનું તિલક લગાવવું. લાલ ફૂલથી હનુમાનજીની પૂજા કરો. સિંદૂર લગાવો. મંગળવારના દિવસે તાંબાના વાસણમાં અનાજ ભરીને હનુમાન મંદિરમાં દાન કરવું જોઈએ. માટીના વાસણમાં ખાવું જોઈએ. મસૂરની દાળનું દાન કરો. પાણીમાં થોડું લાલ ચંદન મિક્સ કરીને સ્નાન કરવું. આ ઉપાયો કરવાથી મંગળ ગ્રહની અશુભ અસર ઘટી શકે છે.

આ રાશિના જાતકો માટે શુભ રહેશે
મેષઃ– શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સ્થાન પરિવર્તનની શક્યતા છે. વ્યક્તિગત સુખ-સુવિધા પર રૂપિયા ખર્ચ થઈ શકે છે, લોકોનો સહયોગ પ્રાપ્ત થશે.

મિથુનઃ– નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. કોઈ મિત્રની મદદથી નોકરી મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી થશે. પ્રોપર્ટી અને સંપત્તિથી લાભ થશે. વાહન સુખમાં વધારો થશે. મોટા અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ ધાર્મિક સ્થાને જઈ શકો છો.

સિંહઃ– ઘરને લગતાં મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. પરિશ્રમ અને ભાગદોડ વધારે રહેશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. ખર્ચ વધારે રહેશે. કોઈ પ્રોપર્ટીથી આવકના સાધન મળી શકે છે.

મકરઃ– નવી તકનિકો દ્વારા વિદેશથી લાભના યોગ છે. શેરબજારમાં ફાયદો થશે. આધ્યાત્મિક અને ધાર્મિક ભાવના તરફ રસ રહેશે. નાની દૂરની યાત્રા થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Important decisions taken by Gujarat Government: આજની કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે લીધા કેટલાક મહત્વના નિર્ણયો, વાંચો શું છે વિગત ?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.