The best Choghadiya Muhurat of Kalash establishment in Navratri 2020

આજથી 19 જુલાઈ સુધી લગ્ન અને દરેક પ્રકારના માંગલિક કાર્યો માટે અનેક શુભ મુહૂર્ત(shubh muhurat) રહેશે

વણજોયા મુહૂર્ત(shubh muhurat)માં ગૃહ પ્રવેશ, સંપત્તિ તથા વાહન ખરીદદારી, લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ સંસ્કાર સહિત અન્ય શુભ સંસ્કાર કરી શકાય

ધર્મ ડેસ્ક, 17 એપ્રિલઃ 14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કર્યો. આ રાશિ પરિવર્તન સાથે જ ખરમાસ એટલે મીન મહિનો પૂર્ણ થયો. આ પહેલાં 14 માર્ચના રોજ સૂર્યના મીન રાશિમાં આવી ગયા પછી મીન માસ ચાલી રહ્યો હતો. ખરમાસ હોવાના કારણે છેલ્લાં એક મહિનાથી 16 સંસ્કારોમાં આવતા કર્મ અને કોઇપણ પ્રકારના માંગલિક કાર્યો થઇ શક્યા નથી, પરંતુ હવે તેના માટે મુહૂર્ત રહેશે. જોકે, જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીના કારણે લગ્ન અને અન્ય શુભ કાર્યો હાલ ટાળી દેવા જોઈએ. આવનાર થોડા દિવસો સુધી માંગલિક કાર્યક્રમ અને ધાર્મિક આયોજન કરવા જોઈએ નહીં. જો લગ્ન માટે મુહૂર્ત(shubh muhurat) જોઈને નક્કી કરી રાખ્યું હોય તો હાઇકોર્ટની નવી ગાઈડલાઇન પ્રમાણે તેમાં 50થી વધારે લોકોને આમંત્રણ આપવું જોઈએ નહીં.

shubh muhurat

જ્યોતિષ અનુસાર, ખરમાસ એટલે મીનમાસ પૂર્ણ થઇ જવાથી 16 સંસ્કાર અને અન્ય શુભ(shubh muhurat) કાર્યો કરી શકાય છે. શુભ મુહૂર્ત અને શુભ દિવસમાં ઘરમાં જ અન્નપ્રાશન, નામકરણ, ચૂડાકર્મ, વિદ્વારંભ અને અન્ય શુભ કાર્યો ઘરમાં જ કરી શકાય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કોરોના મહામારીના કારણે વિવાહ સંસ્કારને વણજોયું મુહૂર્ત(shubh muhurat) કે હવે પછી આવનાર શુભ લગ્ન માટે ટાળી દેવા જોઈએ.

હિંદુ પંચાંગ પ્રમાણે વર્ષભરમાં થોડી એવી તિથિઓ અને દિવસ આવે છે જેમાં વિચાર્યા વિના શુભ કામ કરી શકાય છે. આ મુહૂર્ત(shubh muhurat)માં કરવામાં આવતા કામ હંમેશાં શુભફળ આપનાર હોય છે. વણજોયા મુહૂર્ત(shubh muhurat)માં ગૃહ પ્રવેશ, સંપત્તિ તથા વાહન ખરીદદારી, લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ સંસ્કાર સહિત અન્ય શુભ સંસ્કાર કરી શકાય છે. સાથે જ, નોકરી, બિઝનેસ અથવા કોઇ શુભ કામની શરૂઆત પણ કરી શકાય છે.

shubh muhurat

લગ્ન અને સગાઈ જેવા માંગલિક કાર્યો માટે વણજોયા મુહૂર્તને શુભ માનવામાં આવે છે. જો કોઇના લગ્નની તારીખ માટે મુહૂર્ત મળી રહ્યું નથી અથવા કોઇ કારણોસર શુભ મુહૂર્તના દિવસે લગ્ન કરવું શક્ય ન હોય તો વણજોયા મુહૂર્તમાં લગ્ન કરી શકાય છે. ધર્મગ્રંથોમા જણાવ્યા પ્રમાણે અક્ષય તૃતીયા, વસંત પંચમી અને દેવ પ્રબોધિની એકાદશીને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. લગ્ન અને અન્ય માંગલિક કાર્યોને કરવા માટે વર્ષભરમાં આ 3 વણજોયા મુહૂર્ત ઉલ્લેખવામાં આવ્યાં છે.

આ પણ વાંચો….

સરકારે તો જાહેર નથી કર્યું પરંતુ..! જાણો, ગુજરાતમાં ક્યાં-ક્યાં છે સ્વૈચ્છિક લોકડાઉન(lockdown)