86eefc8d 79b0 4e48 9839 af3701fa4c51

સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 મે 1951ના દિવસે જ પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં સણગારેલી બોટમાં રાખવામાં આવેલ 21 તોપની સલામી સાથે ભક્તોઓ જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ છે.

Somnath temple

આજે આ પ્રસંગે સરદાર સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા લોકો તરીકે દિગ્વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ, મોરારજી દેસાઇ, કનૈયાલાલ મુનશી સામેલ હતા. આજે જો સરદારે યાદ કરીએ તો કનૈયાલાલ મુનસીના શબ્દો યાદ આવે કે,`જો સરદાર ન હોત, તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્મણ નિહાળવા સદ્દભાગી થઇ ન હોત’

Whatsapp Join Banner Guj


આજે સ્થાપના દિન નિમિતે મંદિર પરિસરમાં આવેલ સરદાર પ્રતિમાને વંદના-પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ છે. વિશ્વકોરોના મુક્ત બને અને કોરોના ગ્રસ્ત દર્દીઓને નિરામય આરોગ્ય મળે તે માટે મહામૃત્યુજંય મંત્રજાપ કરવામાં આવેલ હતો. ઓનલાઇન મહાપૂજા ટ્રસ્ટી-સેક્રેટરી પી.કે.લહેરી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતી. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

રાજ્ય(Gujarat) સરકારનો મહત્વનો નિર્ણય: 36 શહેરોમાં તમામ પ્રતિબંધો યથાવત્ત, જાણો શું ખુલશે શું રહેશે બંધ