Today Guru enters in Meen rashi

Today Guru enters in Meen rashi: આજે ગુરૂનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોનું ખુલશે ભાગ્ય

Today Guru enters in Meen rashi: ગુરૂને જ્ઞાન, આધ્યાત્મિકતા, તીર્થ સ્થાનો, મંદિરો, પવિત્ર નદીઓ અને ધાર્મિક ક્રિયાકલાપનો કારક માનવામાં આવે છે.

જ્યોતિષ ડેસ્ક, 13 એપ્રિલઃ Today Guru enters in Meen rashi: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂનું ખૂબ જ મહત્વ રહેલું છે. ગુરૂ એટલે કે બૃહસ્પતિને શુભ ફળ પ્રદાન કરનારો ગ્રહ માનવામાં આવ્યો છે. ગુરૂને જ્ઞાન, આધ્યાત્મિકતા, તીર્થ સ્થાનો, મંદિરો, પવિત્ર નદીઓ અને ધાર્મિક ક્રિયાકલાપનો કારક માનવામાં આવ્યો છે. આ સાથે જ ગુરૂ ગ્રહને પ્રશાસન પેટસંબંધી રોગો, ઉચ્ચ શિક્ષણ અને આવકના સ્ત્રોતનો પણ કારક માનવામાં આવે છે. 

કુંડળીમાં ગુરૂ શુભ હોય તેવા લોકો વિદ્વાન, ધનવાન અને સન્માન મેળવનારા હોય છે. બૃહ્સપતિને દેવતાઓનો પણ ગુરૂ માનવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં ગુરૂનું મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. 

પંચાંગ પ્રમાણે 13 એપ્રિલ 2022, બુધવારના રોજ બપોરે 4:57 મિનિટે ગુરૂ કુંભ રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ 375 દિવસ રહેશે. જળ તત્વની રાશિ મીનમાં ગુરૂ, મિથુન લગ્ન, કન્યા લગ્ન, ધનુ લગ્ન અને મીન લગ્નમાં જન્મેલા લોકો માટે ‘હંસ’ નામનો ‘પંચ મહાપુરૂષ’ યોગ બનાવશે જ્યારે કર્ક લગ્ન અને વૃશ્ચિક લગ્નમાં જન્મ લેનારા જાતક માટે ભાગ્યશાળી યોગ બનાવશે. 

‘હંસ યોગ’એ ગુરૂથી બનનારો ‘પંચ મહાપુરૂષ યોગ’ છે. જો કુંડળીના લગ્ન ભાવમાં, ચતુર્થ ભાવમાં, સાતમા ભાવમાં કે પછી દસમા ભાવમાં ગુરૂ પોતાની જ સ્વરાશિ ધનુ/મીન અથવા પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં સ્થિત થાય ત્યારે કુંડળીમાં ‘હંસ યોગ’નું નિર્માણ થાય છે. ‘હંસ યોગ’ના કારણે જન્મ કુંડળીમાં ઉપસ્થિત અનેક ખરાબ યોગ સમાપ્ત થઈ જાય છે. 

‘હંસ યોગ’માં જન્મેલો જાતક પોતાના પિતાના માનમાં વધારો કરે છે. પરિવારમાં પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન અને જાગૃત પણ હોય છે. અમુક કિસ્સાઓમાં જાતક કોઈ સંસ્થા અથવા લોકોના પથ પ્રદર્શક તરીકે પણ કામ કરી શકે છે. ‘હંસ યોગ’ની શુભતા વ્યક્તિને ધનવાન બનાવવામાં પણ સહાયક બને છે. કુંડળીમાં બનેલો ‘હંસ યોગ’ જાતકને આર્થિકરૂપે કોઈને કોઈ પ્રકારે મજબૂતી આપવામાં પણ સહાયક બને છે. જાતકમાં ધર્મ-કર્મના કામો કરવા પ્રત્યે પણ જાગૃતતા હોય છે. પોતાની મરજી પ્રમાણે કામ કરવાની ઈચ્છા વધુ રહે છે. જાતકમાં ઘમંડ પણ હોય છે અને તે પોતાની વાતોને લઈ વધારે ગંભીર રહે છે. તેનો પ્રયત્ન રહે છે કે, તે જીવનમાં સફળતા મેળવી શકે. તેની મહત્વકાંક્ષાઓ પણ વધારે હોય છે. 

તો ચાલો જાણીએ મીન રાશિમાં ગુરૂનું ગોચર મેષ લગ્નથી લઈને મીન લગ્ન સુધી તમારા પર કેવો પ્રભાવ પાડશે. 

મેષ લગ્ન

મેષ લગ્નવાળાઓ માટે ગુરૂ 9મા અને 12મા ભાવનો સ્વામી છે અને તમારા 12મા ભાવથી ગોચર કરશે. ગુરૂ તમારા માટે કારક ગ્રહ છે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેની રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો. જોકે તમારૂં નસીબ દગો આપી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂર છે. પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય વાદ-વિવાદથી દૂર રહેવાનો છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાવા-પીવા પર નિયંત્રણ રાખો. આ સમયે ધૈર્યથી કામ લો. 

વૃષભ લગ્ન

વૃષભ લગ્નવાળાઓ માટે ગુરૂ 8મા અને 11મા ભાવનો સ્વામી છે. તમારા માટે ગુરૂ અકારક ગ્રહ છે. તમારા પરિવારના સદસ્યો સાથે મતભેદ થઈ શકે છે. આ સમયે જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે તમારો આર્થિક પક્ષ મજબૂત હશે. 

ધન લાભ થઈ શકે છે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે. જે લોકો અવિવાહિત છે તેમના માટે વિવાહના યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિના પણ યોગ છે. 

આ પણ વાંચોઃ UGC to allow two degree course: વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, UGC એક સાથે બે ડિગ્રી કોર્સની આપી મંજૂરી

મિથુન લગ્ન

મિથુન લગ્નવાળાઓ માટે ગુરૂ 7મા અને 10મા ભાવનો સ્વામી છે. તમારા માટે ગુરૂ 10મા ભાવમાં ‘હંસ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. ગુરૂનું મીન રાશિમાં ગોચર તમારા વ્યવસાયિક ક્ષેત્રને સમૃદ્ધ કરશે. તમે પ્રભાવશાળી લોકો સાથે સંકળાશો જેમના સહયોગથી તમારા કામકાજમાં વધારો થઈ શકે છે. નવા ઉદ્યમો શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. નોકરિયાત જાતકોને તેમની આકરી મહેનત અને કાર્ય સમર્પણ માટે માન્યતા અને પ્રશંસા મળશે. વ્યવસાયી જાતકો માટે જેઓ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા ઈચ્છી રહ્યા છે તેમના માટે પણ આ અનુકૂળ સમય છે.

કર્ક લગ્ન

કર્ક લગ્નવાળાઓ માટે ગુરૂ છઠ્ઠા અને 9મા ભાવનો સ્વામી છે. 9મો ભાવ ભાગ્યનું ઘર છે અને દેવગુરૂ પોતાના જ ભાવમાં ગોચર કરશે. આ સમય તમારા માટે ભાગ્યશાળી સમય છે. ચલ-અચલ સંપત્તિ અને જમીન ખરીદ-વેચાણના કારોબાર સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. તમે આનંદ-પ્રમોદના હેતુથી યાત્રા પર જઈ શકો છો. જોકે તેનાથી નાણાકીય અસર થઈ શકે છે માટે તમને અનાવશ્યક ખર્ચાથી બચવાની સલાહ આપવામાં આવે છે. નવો ઉદ્યમ શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ સમય છે. જો તમે નોકરિયાત હોવ તો તમારૂં પ્રમોશન થવાની પૂરી શક્યતા છે. 

સિંહ લગ્ન

સિંહ લગ્નવાળાઓ માટે ગુરૂ 5મા અને 8મા ભાવનો સ્વામી છે અને ગુરૂ તમારા 8મા ભાવથી ગોચર કરશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. અનપેક્ષિત સ્ત્રોતોમાંથી આવકનો લાભ થશે. તમારો આધ્યાત્મ તરફનો ઝુકાવ વધશે. આ સમય દરમિયાન તમારા સંતાનોએ અમુક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી આ સમય દરમિયાન તમને કોઈ પણ અડચણ દૂર કરવામાં સહાયતા મળશે. આપસી સંબંધમાં કોઈ ત્રીજા વ્યક્તિને સામેલ કરવાથી દૂર રહો. કોઈ પણ મતભેદ કે સંઘર્ષને વિશ્વાસ, સમજણ, ધૈર્ય અને આપસમાં વાત કરીને ઉકેલવા જોઈએ. તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તમને થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે. 

કન્યા લગ્ન

કન્યા લગ્નવાળાઓ માટે ગુરૂ ચતુર્થ અને 7મા ભાવનો સ્વામી છે. તમારા માટે ગુરૂ 7મા ભાવમાં ‘હંસ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. ગુરૂનું મીન રાશિમાં ગોચર તમારા વ્યાવસાયિક ક્ષેત્રને સમૃદ્ધ કરશે. તમે પ્રભાવશાળી લોકો સાથે જોડાશો અને તેમના સહયોગથી તમારા કામકાજમાં વધારો થઈ શકે છે. નવા ઉદ્યમ શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. અવિવાહિત જાતકો માટે વિવાહના યોગ બની રહ્યા છે. વિવાહિત જાતકોને જીવનના સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. આ સમય દરમિયાન પારિવારિક વ્યવસાય વધુ વિસ્તાર પામશે. તમે તમારા પરિવારના સદસ્યો સાથે મનોરંજક આનંદ યાત્રાઓ કરી શકો છો. 

તુલા લગ્ન

ગુરૂ તમારા ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. ગુરૂ તમારા માટે અકારક છે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમયે સફળતા પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમય દરમિયાન તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તમને પેટસંબંધી રોગ થઈ શકે છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. નોકરિયાતને તેમના વરિષ્ઠ દ્વારા તેમની આકરી મહેનત અને સમર્પણ માટે પદોન્નતિ અને વેતન વૃદ્ધિ દ્વારા પ્રોત્સાહન મળશે. 

વૃશ્ચિક લગ્ન

ગુરૂ તમારા માટે બીજા અને 5મા ભાવનો સ્વામી છે. આ સમય તમારા માટે ભાગ્યશાળી સમય છે. ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણના કારોબાર સાથે સંકળાયેલા લોકોને આ અનુકૂળ અવધિથી લાભ મળશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ સમય અનુકૂળ છે. 

તમને વિભિન્ન સ્ત્રોતમાંથી ધનપ્રાપ્તિના યોગ છે. તમારા સંતાનો સાથેના સંબંધો વધારે ગાઢ બનશે, નજદીકી વધશે અને તેમની ઉપલબ્ધિઓ તમને ગર્વનો અનુભવ કરાવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉલ્લેખનીય રહેશે કારણ કે, તેઓ પોતાની શૈક્ષણિક ગતિવિધિઓમાં સફળતા પ્રાપ્ત કરશે. તેઓ ઉત્કૃષ્ટ ગુણો સાથે પોતાની પરીક્ષા ઉત્તીર્ણ કરશે. તમે આનંદ-પ્રમોદના હેતુસર યાત્રાએ જઈ શકો છો. નવા ઉદ્યમ શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ સમય છે. જો તમે નોકરિયાત હોવ તો પ્રમોશનની પૂરી શક્યતા છે. 

ધનુ લગ્ન

ધનુ લગ્નવાળાઓ માટે ગુરૂ લગ્ન અને ચોથા ભાવનો સ્વામી છે અને તમારા ચોથા ભાવથી ગોચર કરશે. તમારા માટે ગુરૂ ચોથા ભાવમાં ‘હંસ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. તમારા જીવનમાં ભારે મોટો ફેરફાર આવશે. ગુરૂનું મીન રાશિમાં ગોચર તમારા વ્યાવસાયિક ક્ષેત્રને સમૃદ્ધ કરશે. તમે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાશો અને તેમના સહયોગથી તમારા કામકાજમાં વધારો થઈ શકે છે. નવા ઉદ્યમો શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. તમને ભરપૂર પારિવારિક સુખ પ્રાપ્ત થશે અને તમે તમારા પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રયત્નો કરશો. સંપત્તિમાં રોકાણ કરવા કે નવીનીકરણ શરૂ કરવા માટે આ એક ઉત્તમ સમય છે. આ સમય દરમિયાન વ્યાપારમાં વૃદ્ધિની સંભાવના છે. 

આ પણ વાંચોઃ First Made in india Commercial Aircraft: પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું, મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર

મકર લગ્ન

મકર લગ્નવાળાઓ માટે ગુરૂ ત્રીજા અને 12મા ભાવનો સ્વામી છે અને ગુરૂ તમારા ત્રીજા ભાવથી ગોચર કરશે. આ સમય તમારા અંદર સકારાત્મક પરિવર્તન લાવશે. કારોબારીઓને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં સૌ કોઈના પર વિશ્વાસ મુકવાથી નુકસાન થઈ શકે છે. જોકે નોકરિયાત જાતકો માટે આ સમય શુભ છે કારણ કે, તેમના પરિશ્રમ અને પ્રયત્નો રંગ લાવશે. વ્યાપાર વિસ્તાર માટે આ સમય અનુકૂળ છે. તમારા પરિવારજનો અને મિત્રો સાથે બિનજરૂરી વિવાદથી દૂર રહો. જીવનસાથી સાથે સમય વ્યતીત કરો. 

કુંભ લગ્ન

કુંભ લગ્નવાળાઓ માટે ગુરૂ દ્વિતીય અને 11મા ભાવનો સ્વામી છે અને તમારા ધન ભાવમાંથી ગોચર કરશે. વ્યવસાયી/કારોબારીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે. વ્યવસાયનો વ્યાપ વધશે અને જાતકને ઉત્કૃષ્ટ ધનલાભ થશે. તમારી આર્થિક સ્થિતિમાં સ્થિરતા અને સુધારો આવશે કારણ કે, તમે વધુ બચત કરવા સક્ષમ બનશો. તમારા દરેક પરિવારમાં તમારો પરિવાર તમને સંપૂર્ણ સહકાર આપશે. વ્યવસાય વિસ્તાર માટે પણ આ ભાગ્યશાળી સમય છે. તમને વારસાગત પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે જેનાથી ધનલાભની શક્યતા છે. તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તમને થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે. 

મીન લગ્ન

મીન લગ્નવાળાઓ માટે ગુરૂ લગ્ન અને 10મા ભાવનો સ્વામી છે અને લગ્નમાં જ ગોચર કરશે. તમારા માટે આ સમય અતિ ભાગ્યશાળી છે. તમારા માટે ગુરૂ લગ્નમાં જ હંસ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ થશે. ગુરૂનું મીન રાશિમાં ગોચર તમને બળ પ્રદાન કરશે અને આ સમય દરમિયાન તમે સશક્ત અને વધુ આત્મવિશ્વાસી બનીને ઉભરશો. અન્ય લોકો પર તમારો કરિશ્માજનક પ્રભાવ પડવાના ફળ સ્વરૂપે લોકો તમારૂં માર્ગદર્શન, સલાહ મેળવી શકે છે. તમા પ્રભાવશાળી લોકો સાથે જોડાશો જેના સહયોગથી તમારા કામકાજમાં વધારો થઈ શકે છે. નવા ઉદ્યમો શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. તમારે તમારૂં વજન નિયંત્રણમાં રાખવું પડશે અને તમારી ખાણી-પીણીની આદતોમાં સુધારો લાવવો પડશે. 

આ પણ વાંચોઃ Alia-Ranbir Wedding update: આલિયા -રણબીરના લગ્નને લઇ મોટા સમાચાર, જાણો કહ્યું આલિયાના ભાઇ રાહુલ ભટ્ટે?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.