First Made in india Commercial Aircraft

First Made in india Commercial Aircraft: પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું, મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર

First Made in india Commercial Aircraft: પ્રમાણમાં હળવું કહેવાતું આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રાદેશિક જોડાણ અને વધુ સારી કનેક્ટિવિટી માટે સુવિધા આપશે

નવી દિલ્હી, 12 એપ્રિલઃ First Made in india Commercial Aircraft: ભારતના(Indian History) ઇતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાયું છે. ભારત(India)માં પહેલી વખત ભારતીય બનાવટનું કોર્મશિયલ એરક્રાફ્ટ ઉડાન ભરી. આસામના ડિબરુગઢથી અરુણાચલ પ્રદેશના પાસીઘાટ વચ્ચે તે પોતાનું ઓપરેશન ચાલુ કર્યું.

એલાયન્સ એર આ પહેલા ભારતીય બનાવટના ડોર્નિયર 228 પેસેન્જર એરક્રાફ્ટનું સંચાલન કર્યું, જેને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. 17-સીટર નોન-પ્રેશરાઇઝ્ડ ડોર્નિયર 228 એસી કેબીન સાથે દિવસ અને રાત કામ કરવા સક્ષમ છે.

First 'Made in India' Commercial Aircraft to Fly From Today

પ્રમાણમાં હળવું કહેવાતું આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રાદેશિક જોડાણ અને વધુ સારી કનેક્ટિવિટી માટે સુવિધા આપશે. આ યોજનાના ભાગરૂપે, 12મી એપ્રિલ 2022ના રોજ બે મહત્વપૂર્ણ વિકાસ થશે – મેડ ઈન ઈન્ડિયા(Made in India) એચએએલ ડોર્નિયર ડો-228 ની પ્રથમ ફ્લાઈટ આસામ (Assam)ના ડિબ્રુગઢથી અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં પાસીઘાટ વચ્ચે ઉડ્યું.

આ પણ વાંચોઃ Alia-Ranbir Wedding update: આલિયા -રણબીરના લગ્નને લઇ મોટા સમાચાર, જાણો કહ્યું આલિયાના ભાઇ રાહુલ ભટ્ટે?

એલાયન્સ એર સિવિલ ઓપરેશન્સ માટે ભારતીય નિર્મિત એરક્રાફ્ટ ઉડાવનારી ભારતની પ્રથમ કોમર્શિયલ એરલાઇન છે. આસામના લીલાબારી ખાતે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે પ્રથમ એફટીઓ (ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન) નું ઉદ્ઘાટન પણ થયું.

કેન્દ્ર સંચાલિત એલાયન્સ એરે ફેબ્રુઆરીમાં સરકારની માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે બે 17 સીટર ડોર્નિયર 228 એરક્રાફ્ટ માટે લીઝ પર કરાર કર્યો હતો. એરલાઇનને તેનું પહેલું ડોર્નિયર 228 પ્લેન 7 એપ્રિલના રોજ મળ્યું હતું. ડોર્નિયર 228ની પ્રથમ ઉડાન પ્રસંગે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હાજર રહ્યા હતા. 

આ પણ વાંચોઃ Jharkhand ropeway rescue operation update: સૌથી ઊંચા રોપ-વેનું રેસક્યુ ઓપરેશન પુરુ થયુ, દુર્ઘટનાના 45 કલાક પછી 46ને બચાવ્યા, 2 ના મોત

Gujarati banner 01