sunrise

Human: ઉગતાં સુરજે ઉગતી આશા……શૈમી ઓઝા “લફજ”

Shaimi Oza Mehsana
શૈમી ઓઝા “લફજ” રાંતેજ મહેસાણા

Human: મને તો એ નથી સમજાતુ કે માસ્ક પહેરતાં શાની નાનમ અનુભવાય છે. તોય કેટલાંક લોકો તો ખુલ્લા મોંઢે ફરતાં દેખાય છે.આ શું કેટલા અંશે યોગ્ય છે? આવી મુર્ખતા સભ્ય માણસને ન શોભે.

  • કોરોના નામક દાનવ સાથેની જંગ હજી ચાલુ છે,
  • આપણે જંગ કોરોનાથી લડવાની છે,
  • રોગથી પિડાતા વ્યક્તિથી નહીં,આપણે તે વ્યક્તિ ના હોશલાને મજબૂત બનાવવાનો છે

Human: આખી દુનિયા જીવન અને મોતની નૈયા વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.કોરોના નામના દાનવે દુનિયાનો ભરડો કર્યો છે.ત્રાહીમામ ત્રાહીમામ પુકારી રહ્યાં છે, કીડા મકોડા જેમ ભિષણ નરસંહાર થઈ રહ્યો છે, છાપામાં જ્યાં જોવો ત્યાં બેસણા અને મોત અને કોરોના પોઝીટીવની વધતી જતી સંખ્યા દેશના લોકોને ચિંતા જનક પરિસ્થિતિમાં મુકી દીધો છે.આ ખબર જોઈ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય છે,લોકોનુ મનોબળ તુટે છે,આત્મવિશ્વાસ,ડિપ્રેશન,ભય મગજમાં ઘર કરી જાય,લોકો માણસાઈ ભુલી ગયા છે. અમૂક હોસ્પિટલમાં દર્દી માટે બેડ ખૂટી જવા ઓક્સિજન બોટલ માટે ઓળખાણ લઈ જવી પડે,કોરોનાથી પિડિત લોકોને હોસ્પિટલમાં પુરતી સગવડ ન મળે આ આરોગ્યખાતાની બેજવાબદારી બતાવે છે.હોસ્પિટલો માં મળતી અપૂરતી સગવડથી પોતાના સ્વજનોને કાયમ માટે ગુમાવી દેવાની નોબત પણ આવે છે.

કામ ધંધા બંધ થવાના કારણે બેરોજગારી વધી રહી છે. (human) લોકોમાં ઉગ્રતા, માનસિક તનાવ, કંકાસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર અને આરોગ્ય તંત્ર પણ આ મહામારીથી ચિંતીત છે. દેશનાં ગરીબ લોકોને તો અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ મધ્યમ વર્ગની સમસ્યાઓ સાંભળવાની તસ્તી પણ કોઇ જ નથી લેતું.ધરતી પર મોતનો તાંડવ મચી રહ્યો છે.આ એક કુદરતનો પ્રકોપ જ કહેવાય છે.તૂસકે ને ભૂસકે લોકો મરી રહ્યાં છે,તેમને કોઈ અગ્નિદાહ આપવા માટે પણ કોઈ તૈયાર થતું નથી.”જ્યારે ધરતી માતા પાપીઓના ત્રાસથી રડે છે ત્યારે તમે અવતાર ધરીને રાક્ષસોનો વધ કરી ધરતીને રાક્ષસોનાં ત્રાસથી મુક્ત કરવા આવો છો.તો હે નારાયણ તમે અમને બચાવવા ક્યારે આવશો.આ ધરતીનાં દરેક જીવો તમારી આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યાં છે.”

 પાપ કરે કોઇ બીજુ સજા મળે બીજાને આ તે પ્રભુ તમારો કેવો ન્યાય! મહાદાનવીર ચીનનાં પાપની સજા આખી દુનિયા ને ન આપો,આખી દુનિયાની પ્રજા તમારી દયા ને પાત્ર છે,એ દેશનાં પાપની સજા બીજી નિર્દોષ પ્રજાને ન આપો  પ્રભુ આ મારી પ્રાર્થના છે. હે ભારત તને પણ કેવા પાડોશીઓ મળે છે,કોઇ તને તીડની ભેટ આપે તો કોઇ કોરોના નામક દાનવ મોકલે છે.

Whatsapp Join Banner Guj

કોરોના પિડિતો સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે.લોકો તેમની સાથે તમામ સંબંધો કાપી નાંખે છે,ઈશ્વરનું સ્વરૂપ એવાં ડોકટરો અને નર્સ દર્દીઓનો ઈલાજ કરી સાજા કરવાની સાથે તેમને પરિવાર જેવો પ્રેમ અને હૂંફ પૂરી પાડે છે,અને તેની સાથે તેમની જરુરિયાતોનું પણ ધ્યાન રાખે છે.દર્દીને આ જીવલેણ બિમારીમાંથી ઉગારીને પરિવાર પાસે પરત મોકલે છે.તેઓ પોતાના પરિવારની પણ પરવાહ કરતાં નથી,તેઓ માટે (human) માનવ સેવા એજ સાચો ધર્મ છે. રાત દિવસ જેઓ હોસ્પિટલમાં રહે છે, પણ અમુક હોસ્પિટલોમાં થતી બેકાળજી ,બેડ અને ઓક્સિજનની બોટલ મેળવવા પડતી મુશ્કેલીઓ આ શુ સુચવે છે???

જે પ્રમાણિક કોરોના વોરિયર્સની કામગીરી ઉપર અવિશ્વાસની ભાવના અને ખેદ પ્રગટ કરવા મજબૂર કરે. તેમની પણ પોતાના પરિવારને મળવા આંખ તરસે છે.તેમના પણ બાળકો ચાર મહિનાનાં હોય છે, તેમને પણ તેમના માતા પિતાનાં પ્રેમ હૂંફની જરૂર હોય છે,તેઓ પોતાના બાળકોને પણ હાથમાં નથી લઈ શકતાં, જનસેવા કાંજે પોતાના પ્રાણો અને ભાવનાઓની પણ આહૂતિ આપતાં પણ જરાય નથી અચકાતા. તેઓ પોતાની અંગત ભાવનાનો ત્યાગ કરી હોસ્પિટલને જ પોતાનો પરિવાર માંને છે.આમાં ને આમાં કેટલાય ડોક્ટરો અને નર્સો એ પોતાના જીવ ગુમાવ્યા છે. જે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાનો જીવ બચાવે છે.તેને શાસ્ત્રોમાં ભગવાનનો દરજ્જો અાપવામાં આવ્યો છે. તેમને દંડવત્ પ્રણામ કરવાનું મન થાય છે.

સાંભળવામાં આવે છે કે પોલીસે લોકોને નિયમોનું પાલન કરાવવા દંડ વસૂલીને અથવા તો લાઠી ચાર્જ કરીને  કાયદો હાથમાં લેવો પડે છે, આ વાતને રાજકારણનો મુદ્દો બનાવીને મન મેલુ કરવાની જરુર નથી. લોકડાઉનનાં નિયમોનું પાલન કરવું, સામાજીક અંતર જાળવવાની જગ્યાએ ભીડ કરે,મને તો એ નથી સમજાતુ કે માસ્ક પહેરતાં શાની નાનમ અનુભવાય છે. તોય કેટલાંક લોકો તો ખુલ્લા મોંઢે ફરતાં દેખાય છે.આ શું કેટલા અંશે યોગ્ય છે? આવી મુર્ખતા સભ્ય માણસને ન શોભે. આમાં પોલીસ ભાઇઓનો કોઇ જ અંગત સ્વાર્થ નથી હોતો, પોલીસ ભાઈઓને પણ પોતાનો પરિવાર હોય છે,તેઓ પોતાની ભાવનાઓ ઉપર કાબુ રાખીને જનહીત માટે જ તે આકરાં પગલાં લે છે,આ વાત તો આપણે સમજવી જ રહી,આ સમય પરસ્પર મતભેદો,અને ઝગડા કરવાનો નથી અને ધીરજ ગુમાવવાનો જરાય નથી સૌએ રાજનૈતિક અને અંગત મતભેદો બાજુ પર મૂકીને ઘરમાં રહીને કોરોના નામના અસુરને હરાવવાનો છે.

લોકડાઉનનાં નિયમોનું પાલન તો કરવું જ રહ્યું. ચૂંટણીના પ્રચારમાં થતો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ,લગ્ન પ્રસંગમાં વધુ પડતા લોકોને અપાતું આમંત્રણ ,માસ્ક ન પહેરવાની બેદરકારી, સ્ટેડિયમમાં યોજાયેલી ક્રિકેટ મેચથી થતો વસ્તી મેળાવળો જેને કોરોનાની શાંત લહેરને જગાડી છે, વેક્સીન તો શોધાઈ ગઈ છે,પણ કોરોનાની આ નવી લહેરમા બહુ ઉગ્ર હોવાથી નાના બાળકો,વયોવૃદ્ધ,અને ડાયાબિટીસના, હાર્ટ પેશન્ટ, દર્દીઓએ સાવધાની રાખવાની જરૂર છે,વેક્સીન જ્યારે પોતાનો વારો આવે ત્યારે જરાય પણ લાપરવાહી કર્યા વગર લઈ લેવી,જે કોરોનાથી રક્ષણ આપે છે. આ સમયે માસ્ક,સેનીટાઈઝર,સોશિયલ ડિસ્ટન્સ,આયુર્વેદિક ઉકાળો, યોગા,કસરત,સાત્વિક ભોજન જ મોટું હથિયાર છે,સાથે સાથે ઇશ્વર ઉપર શ્રદ્ધા એતો મોટું હથિયાર છે “જેને રામ રાખે એને કોણ ચાખે”આ ઉક્તિ આ સમયે સાર્થક નિવડેલી છે.

સફાઈ કામદારોની પણ આમાં અગત્યની ભૂમિકા છે.તેઓ નગર કે શહેરને સાફ રાખીને દેશને બિમારી મુક્ત કરવાના પ્રયાસ કરે છે.પ્રણામનો હકદાર આ વર્ગ પણ છે,સફાઇ કામદારોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે

“મેં રંગબેરંગી અને ઝરીવાળા વાઘા આભુષણોનો ત્યાગ કર્યો છે મને સફેદ ,ખાખી,અને સાદા કપડાં ફાવી ગયાં છે, જેમ જેમ યુગ બદલાય તેમ મારો વેશ અને હથિયારો બદલ્યાં છે,પહેલાં હું તલવાર ,ધનુષ બાણ ,ગદા સુદર્શન રાખતો હતો,હવે એ હથિયારોનો ત્યાગ કર્યો છે,મને દંડો , ગન, ઈંજેક્શન,ટેથોસ્કોપ મને ફાવી ગયાં છે, હે માનવ મને મંદિર મસ્જિદ કે દેવાલયમાં શોધશો નહીં,બે મહિનાથી મેં મંદિર મસ્જિદ છોડી દીધાં છે, મને હોસ્પિટલ પોલીસ સ્ટેશન, અને રસ્તા ફાવી ગયાં છે.” જેમ રાક્ષસ બદલાય તેમ હું સ્વરૂપ બદલુ છું.તમે મારી ભક્તિ કરો છો એમાં નથી કોઇ સંદેહ, ભક્તોની પાસે દિવ્ય ચક્ષુ હોય છે, એટલે હું વેશપલટો કરીને તમારી મદદે આવ્યો છું તમને ઉગારવા.તમે ઓળખી શકો મને ઓળખી બતાવો.

ભગવાન નારાયણ
     

spandan pattanayak PpZobixj2KU unsplash

દેશવાસીઓ તમે સરકારનાં આ કોરોના મુક્તિનાં અભ્યાનમાં સરકારને સાથ સહકાર આપો,રાજકીય કંકાશ ને એકબાજુ રાખી સૌ એક થઈ સરકારને સહકાર આપો.

ભગવાન શાંત થાવ મહાકાલ અમે તો તમારા બાળકો છીએ આ ભિષણ સંહાર પાપા રોકી દો,બહુ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે,રડી રડીને આંસુ સુકાયા છે પાપા શાંત થઈ જાવ, આપ તો દેવોના દેવ કહેવાવ, અમે આપના નાદાન બાળકો બાપ બાળકોની ભુલ માફ કરી દે ,હે. કરુણા નિધાન, હે સંહારક પાપા ભગવાન મહાકાલ શિવશંકર રોકી દો પાપા આ મોતનું પ્રચંડ તાંડવ અમને અભય આપો આપના બાળકો ઉપર આટલા ક્રુર ન બનો મહાકાલ પાપા અમને કોરોના નામક અસૂરથી મુક્તિ અપાવો,અમે,મોટી આશાઓ લઈ આપના દ્વાર આવ્યા છીએ, અમને અભયદાન આપો જગત પિતા…

અત્યારે ઘરમાં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી,વેક્સીન નથી લીધી ત્યાં સુધી ઘરમાં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.. ઉગતા સુરજે એક જ આશા,નિરાશાના વાદળોમાં એક જ આશાની કિરણ કે કાલ સરખુ થાશે ભગવાનને એક પ્રાર્થના કે એવી કાલ પણ આવે કે જેની લોકો આશા રાખી બેઠા છે. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

જય હિંદ જય ભારત

આ પણ વાંચો…RSS: ૧૮૦ સ્વયં સેવકો અમદાવાદ સિવિલમાં હોસ્પિટલના સેવાયજ્ઞમાં જોડાયા

ADVT Dental Titanium

         

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *