Banner naman

Public V/s Government: પેટ્રોલ પ્રાઇસ પર પેટ્રોનિઝમ ભારી: નમન મુનશી

Public V/s Government: છેલ્લા કેટલાક મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની ઝડપ વાહનની સ્પીડ કરતા વધી ગઈ છે. જાણે પેટ્રોલ અને ડીઝલ ક્રિકેટના મેદાન પર સેન્ચુરી મારવા ઉતર્યા હોય અને જોતજોતામાં સેન્ચુરી થઇ પણ ગઈ. હા, આજે ભારતના મોટાભાગના રાજ્યોના પ્રમુખ શહેરોમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયે લીટરની આસપાસ ફરે છે.

પેટ્રોલના ભાવમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો ભાગ ભજવે છે. પેટ્રોલના ઉત્પાદનમાં કેટલાક દેશોની તેમજ ઓપેક જેવી સંસ્થા ની સીધી કે આડકતરી મોનોપોલી છે જે ક્રૂડ ઓઇલની મૂળ કિંમત એક લેવલથી નીચે જવા દે એમ નથી. દુનિયાભરના દેશો આજે પણ પેટ્રોલ ની ગણતરી લક્ઝરી કોમોડિટી તરીકે જ ગણે છે, જુએ છે. તેથી દરેક સરકાર તેનો આવકના મુખ્ય સ્તોત્ર તરીકે ઉપયોગ કરે છે. ભારત માં પેટ્રોલ ઉપર રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો કર વસુલે છે જેને કારણે આયાતી/મૂળ પડતર કિંમત કરતા ‘કર’ની રકમ વધી જાય છે જે સરવાળે આપણને પેટ્રોલ પંપ પર મળતા પેટ્રોલના ભાવમાં જોવા મળે છે.

Petrol pump 600x337 1

એક જમાનામાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નિર્ધારણ સરકાર કરતી હતી એટલે કે સરકાર જે ભાવ નક્કી કરે તે ભાવે પેટ્રોલ-ડીઝલ વેચવા માં આવતા પરંતુ તે સમયે પણ સરકાર એક્સાઇઝ ડ્યૂટી કે અન્ય કરવેરા તો વસુલતી જ હતી પરંતુ વેચાણ કિંમત ઓછી રાખતી, જેનો સીધો પ્રભાવ ઉત્પાદક કંપનીને નુકસાન તરીકે પડતો. સરકારે આ નુકસાનના બદલામાં બોન્ડ આપવામાં માંડ્યા જેથી તેઓનું નુકસાન સરભર થઇ જાય. આ સમસ્યાનું સમાધાન ન હતું પરંતુ સમસ્યા જોડે તડજોડ કરી આજનું મોત કાલ પર ટાળવાની નીતિ હતી.

આ પણ વાંચો…Parul University startup: વડોદરા ના યુવા ઉદ્યોગસાહસિક દ્વારા શરુ કરાયું પાણી વગર ના શેમ્પુ નું સ્ટાર્ટઅપ – ‘કુકી’

આજે જે પેટ્રોલ-ડીઝલના ભાવ છે તે પાછળ તે સમયે ઇસ્યુ કરેલા અને હવે પાકતા બોન્ડ પણ જવાબદાર છે. આ ઉપરાંત કોવીડ-૧૯ના કારણે રાજ્ય અને કેન્દ્ર બંને સરકારો પર આવી પડેલા અનપેક્ષિત ખર્ચા જેમ કે કોરોનાનો ઈલાજ લોકો માટે મફત છે સરકાર માટે નહિ. વેક્સીન સરકાર મફતમાં આપે છે, સરકારને કોઈ મફત નથી આપતું. લગભગ ૮૦ કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું છે. આ બધા ખર્ચાને સરભર કરવા માટે સરકારે ક્યાંકથી તો આવક મેળવવી જ રહી.

કોઈપણ દેશની સરકાર પાસે આવકના ત્રણ જ રસ્તા છે.
પહેલો દેશના નાગરિકો પાસેથી કર (ટેક્સ) રૂપે, બીજો પોતે જ રૂપિયા છાપી નાખે જે નવા પૈસા ઉભા કરે છે, સિસ્ટમમાં ભળે છે જેની સરવાળે પ્રતિક્રિયા, પરિણામ ભયાનક હોઈ શકે છે. ત્રીજો વિદેશી દેશો, વિદેશી બેંકો, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, અન્ય વિદેશી રોકાણકારો, જેમ કે વર્લ્ડ બેંક અને અન્ય પાસેથી ઉધાર લઈ શકે છે. આ રીતે મેળવેલ પૈસાનું વ્યાજ છેવટે તો પ્રજા પર જ બોજ વધારે છે.
ભાવ મુદ્દે રાજકારણ – પેટ્રોલના ભાવની (Public V/s Government) સાથે કેટલાક લોકોની રાજનીતિ પણ પેટ્રોલની આસપાસ ફરતી થઇ જાય છે.

બેશક પેટ્રોલ કે ડીઝલ આજે સામાન્ય માણસને પણ અસર કરે છે પરંતુ આજે ભાવ મુદ્દે ધરણા પ્રદર્શન કરતા પક્ષો કેટલીક માહિતી જાણી જોઈને છુપાવતા હોય છે. વિરોધીઓનો મકસદ લોકોની ભાવના ભડકાવવાનો જ હોય છે. કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષો જ્યાં તેમની સરકાર છે ત્યાં સરકારી ટેક્સ ઘટાડી પેટ્રોલનો ભાવ ઓછો કરવા તૈયાર નથી ઉલટું જ્યાં બિન-ભાજપી સરકાર છે ત્યાં ભાજપી સરકાર કરતા વેચાણ કિંમત વધારે જોવા મળે છે.

લોકોનો પ્રતિભાવ – ગુજરાતી મીડિયા સહીત ખાસ કરીને ન્યુઝ ચેનલોના રિપોર્ટર પેટ્રોલના ભાવ મુદ્દે લોકોનો પ્રતિભાવ જાણવા ઉભા રહી જાય છે પરંતુ તેમની અનેક કોશિશો ઉપરાંત ગ્રાહકોના પ્રતિભાવો સકારાત્મક જોવા મળે છે, ખાસ કરીને મોદી સરકારની અનેક સહાય યોજના સાથે જ આર્મી, જવાનોની સુવિધા પાછળ હાલમાં થયેલા ખર્ચ-વધારાની પ્રજાએ નોંધ લીધી છે. જે કોઈપણ દેશભક્ત વ્યક્તિ માટે ઉત્સાહવર્ધક હોય છે. સરહદ પર જઈ યુદ્ધમાં ભાગ લેવાની દરેક નાગરિકની શક્તિ નથી હોતી પરંતુ આપણા પંદર પચ્ચીસ રૂપિયાના ભોગે એક સૈનિક માટે બુલેટપ્રુફ જેકેટ ખરીદી શકાતું હોય તે પણ દેશ સેવાથી ઓછું નથી. આ જ ભાવના, દેશભક્તિ પેટ્રોલની વધતી કિંમત અસહ્ય થવા દેતી નથી.

(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Whatsapp Join Banner Eng