Parul startup kuki

Parul University startup: વડોદરા ના યુવા ઉદ્યોગસાહસિક દ્વારા શરુ કરાયું પાણી વગર ના શેમ્પુ નું સ્ટાર્ટઅપ – ‘કુકી’

Parul University startup: પારુલ યુનિવર્સિટી ના વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા મળ્યો લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત સ્ટાર્ટઅપ સપોર્ટ

વડોદરા: ૦૧ ઓગસ્ટ: Parul University startup: લો હવે પાણી વગરનું પણ શેમ્પૂ આવ્યું! વડોદરાના યુવા ઉદ્યોગસાહસિક એવા ઉર્જિત નાયક એ પોતાના સ્ટાર્ટઅપ વેન્ચર ‘યુનિક-ભારત લાઇફસ્ટાઇલ’ અંતર્ગત ‘કુકી – વોટરલેસ શેમ્પૂ’ નામનું ઇનોવેટિવ પ્રોડક્ટ સોલ્યુશન બનાવ્યું છે.

આજે જ્યારે બદલાતા યુગ ની સાથે લોકોમાં ફેશન અને પ્રોફેશનાલિઝમ અંગેની જાગૃતતા અને સભાનતા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે કોર્પોરેટ લાઇફ માં પોતાના દેખાવ અને હેર લુકને ઇન્સ્ટન્ટ ફ્રેશ લુક મેળવવા માટે વોટરલેસ સોલ્યુશન બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા સૂચિત આ માર્ગદર્શિકાને ધ્યાન માં રાખી ને FDA (એફ. ડી. એ.) ના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ પ્રોડક્ટ (Parul University startup) વિકસાવવા માં આવી છે.

આ પણ વાંચો…Shraddha Personal WhatsApp Chat: શ્રદ્ધાની પર્સનલ વોટ્સએપ ચેટ લીક થઇ, આ રીતે કર્યો છે નંબર સેવ! વાંચો વિગત

આ માટે તેઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ (Parul University startup) ઇન્ક્યુબેટર અને એક્સેલેટર “વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો” નો જરૂર સપોર્ટ મળ્યો છે. તદુપરાંત તેઓના આ પ્લેટફોર્મ ને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન, ઇન્ડસ્ટ્રી નેટવર્ક સપોર્ટ તથા અન્ય સહાયતા વડ -એક્સ લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી રહી છે. વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો ખાતે લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત સપોર્ટેડ આ સ્ટાર્ટઅપ વેન્ચર ને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી (SSIP) નો જરૂરી સપોર્ટ પણ જી.ટી.યુ. દ્વારા મળેલ છે.

Parul University startup

આ વિશે વધુ જણાવતાં ‘કુકી’ પ્રોડક્ટ ના જનક અને યુવા ઉદ્યમી એવા ઉર્જિત નાયક જણાવે છે કે, ભવિષ્યના પડકારો અને લોકો ની ફેશન સેન્સ માં થઈ રહેલા બદલાવો ને ધ્યાનમાં રાખીને અમે પાણી વગરના શેમ્પૂ એવા ‘કુકી’ સોલ્યુશન વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને વિસ્તૃત સ્ટડી અને ટ્રાયલ્સ કર્યા બાદ આ પ્રોડક્ટ રજુ કરી હતી. આ ઇનોવેટિવ સોલ્યુશન દ્વારા વાળ ધોવા માટે થઈ રહેલા પાણીના વપરાશ અને વ્યય ને મહત્તમ પ્રમાણ માં ઘટાડી શકાશે.

Whatsapp Join Banner Guj

આમ સામાજિક અને સ્ટાર્ટઅપ એ બંને દિશા માં આવા ઇનોવેટિવ પ્રયત્નો નોંધપાત્ર રહેશે. તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ અમારું આ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઓનલાઇન તથા ઓફલાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે, જેમાં ઉલ્લેખનીય છે કે એમેઝોન જેવા ઓનલાઇન માર્કેટપ્લેસ પર ખૂબ જ બહોળા પ્રમાણમાં સારો રિસ્પોન્સ પ્રાપ્ત થઈ રહ્યો છે.

‘કુકી – વોટરલેસ શેમ્પૂ’ વાપરવાની રીત:

  1. કુકી ને વાળ માં સ્પ્રે કરો.
  2. હળવા હાથો થી વાળ માં મસાજ કરો.
  3. વાળ ને કોમ્બ કરી લો.

ખુબ જ નજીવા દરમાં ઉપલબ્ધ આ ઇનોવેટિવ પ્રોજેક્ટ દ્વારા ટ્રાવેલર્સ, સેલ્સ-મેન, વર્કિંગ પ્રોફેશનલ તથા શારીરિક રીતે અસમર્થ હોય તેવા વ્યક્તિઓ માટે આ ખૂબ જ લાભદાયી નીવડશે.