Valentine week

Valentine week: માન, મમતાની મોસમ !: નિલેશ ધોળકિયા

Valentine week: આવતા સપ્તાહથી સમગ્ર વિશ્વમાં પ્રેમના પર્વ વેલેન્ટાઇન વીકની ઉજવણી શરુ થઈ તેવા ટાણે મારા મનમાં જે ચચરે છે, વિહરે છે તે સનાતની અને રાષ્ટ્રપ્રેમી વાંચકો તેમજ વિચારકો અને સુધારકો માટે મનન, ચિંતન અને અધ્યયન, ખાતર નીચે પ્રમાણે બે પ્રસંગો સ્નેહની સરવાણી અને વસંતની વધામણી અર્થે મુક્ત આનંદ અનુભવું છું. મારા સ્વજનને જણાવેલો અનુભવ : જાપાનમાં, કોઈ શિક્ષક દિવસ ઉજવાતો નથી. એક દિવસ મેં મારા જાપાની સાથીદાર, શિક્ષક યામામોટાને પૂછ્યું: તમે જાપાનમાં શિક્ષક દિવસ કેવી રીતે ઉજવો છો ? મારા પ્રશ્નથી આશ્ચર્યચકિત થઈને, તેણે જવાબ આપ્યો. અમે શિક્ષક દિવસ નથી ઉજવતા. જ્યારે મેં તેનો જવાબ સાંભળ્યો, ત્યારે મને ખાતરી નહોતી કે મારે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં. મારા મગજમાં એક વિચાર પસાર થયો કે, જે દેશ અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આટલો આગળ છે તે શિક્ષકો અને તેમના કામ પ્રત્યે આટલો અનાદર કેમ કરે છે ?

Valentine week: nilesh  dholakia

એકવાર, કામ પછી, યામામોટાએ મને તેમના ઘરે બોલાવ્યો. અમે મેટ્રો ટ્રેનમાં ગયા કારણ કે તેનું ઘર દૂર હતું. તે સાંજનો ભીડવાળો સમય હતો, અને મેટ્રો આખી ભરાઈ ગઈ હતી. મેં ચુસ્તપણે પકડીને ઊભા રહેવા માટે એક જગ્યા શોધી કાઢી. અચાનક, મારી બાજુમાં બેઠેલા વૃદ્ધ માણસે મને તેમની બેઠક ઓફર કરી. એક વૃદ્ધ માણસના આ આદરપૂર્ણ વર્તનને ન સમજીને, મેં ના પાડી, પરંતુ તેનો બહુ આગ્રહ હતો, અને મને બેસવાની ફરજ પડી. અમે મેટ્રો માંથી બહાર નીકળ્યા પછી, મેં યામામોટાને પૂછ્યું કે સફેદ દાઢી વાળા એ દાદા એ એમ કેમ કર્યું ? યામામોટા હસ્યા અને મેં પહેરેલા શિક્ષકના ટેગ તરફ ઈશારો કરીને કહ્યું : તેમણે એ તમારા પર શિક્ષકનો ટેગ જોયો અને તમારી પ્રત્યે આદર રાખીને તમને તેની સીટ ઓફર કરી હતી.

હું પહેલીવાર યામામોટાની મુલાકાતે આવ્યો હોવાથી, ત્યાં ખાલી હાથે જવાનું મને અયોગ્ય લાગ્યું. તેથી મેં ભેટ ખરીદવાનું નક્કી કર્યું. મેં મારા વિચારો યામામોટા સાથે શેર કર્યા, તેમણે આ વિચારને સમર્થન આપ્યું અને કહ્યું કે થોડે આગળ, શિક્ષકો માટે એક દુકાન છે, જ્યાં કોઈપણ શિક્ષક ઓછી કિંમતે સામાન ખરીદી શકે છે. ફરી એકવાર, હું લાગણીવશ થયો. કેમ આ વિશેષાધિકારો માત્ર શિક્ષકોને જ આપવામાં આવે છે ? મે મેં પુછ્યુ ત્યારે મને જવાબ આપતા યામામોટાએ કહ્યું કે જાપાનમાં, શિક્ષણ એ સૌથી આદરણીય વ્યવસાય છે અને શિક્ષક સૌથી આદરણીય વ્યક્તિ છે. જ્યારે શિક્ષકો તેમની દુકાને આવે છે ત્યારે જાપાની વેપારીઓ ખૂબ જ ખુશ થાય છે, તેઓ આ ઘટનાને પોતાનું સન્માન માને છે.

Bas Ek Tak: ઘણી વાર “બસ એક તક” લોકોનું જીવન બદલી નાખે છે; વાંચો વિશેષ લેખ

જાપાનમાં મારા રોકાણ દરમિયાન, મેં ઘણી વખત શિક્ષકો પ્રત્યે જાપાનીઓના અત્યંત આદરનું અવલોકન કર્યું છે. તેમના માટે મેટ્રોમાં ખાસ બેઠકો ફાળવવામાં આવી છે, તેમના માટે ખાસ દુકાનો છે, ત્યાં શિક્ષકો ગમે તે પ્રકારના પરિવહન માટે ટિકિટ માટે કતારમાં ઉભા રહેતા નથી. તેથી જ જાપાની શિક્ષકોને કોઈ ખાસ શિક્ષક દિવસની જરૂર નથી, જ્યારે તેમના જીવનમાં દરેક દિવસ શિક્ષક દિવસની જ ઉજવણી હોય છે.

કૃષ્ણના વિવિધ સ્વરૂપ અને વિવિધ ભૂમિકા વિશે સૌ જાણે જ છે, પણ અહીં એવા સ્વરૂપ કે ભૂમિકાની વાત કરવી છે કે મોટાભાગના લોકોનું ધ્યાન એ તરફ ગયું નથી, એ ભૂમિકા એટલે આદર્શ શિક્ષકની ભૂમિકા કે સ્વરૂપ. શ્રી કૃષ્ણ એક આદર્શ શિક્ષક પણ હતા તેનો વિશેષ ખ્યાલ આપણને મહાભારતના યુદ્ધ વખતે, અર્જુનને આપેલા જ્ઞાન, ઉપદેશ કે માર્ગદર્શન વખતે મળે છે. એક શિક્ષકમાં હોવા જોઈતા ગુણ કે કૌશલ્ય કૃષ્ણ પાસે હતા. શિક્ષકની ભૂમિકા જ્ઞાન, માર્ગદર્શન, ઉપદેશ આપવાની છે. વિદ્યાર્થી આડા પાટે જતો હોય તો તેને સાચો રસ્તો બતાવવાનો છે. સારો શિક્ષક કોને કહેવાય? જે પોતે ઓછું કરે અને વિદ્યાર્થી પાસે વધુ કરાવે. આવી અનેક બાબતો જે શિક્ષકમાં હોય તેને આપણે આદર્શ શિક્ષક કહીએ છીએ. આ બધી જ બાબતો શ્રીકૃષ્ણમાં જોવા મળે છે, માટે તો શ્રીકૃષ્ણને આદર્શ શિક્ષક પણ કહી શકાય. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધ વખતે સારથિ બન્યા અને તે સમયે ગીતા રૂપે આપેલા ઉપદેશમાં અર્જુનને સખા તરીકે સંબોધે છે, જેથી અર્જુન પોતાના પ્રશ્નો કે સમસ્યાઓ સરળતાથી ભયમુક્ત બનીને જણાવી શકે.

શ્રી કૃષ્ણ આદર્શ શિક્ષકની જેમ જાણતા હતા કે જેની પાસે ધાર્યું કરાવવું છે તેની સાથે મિત્રતાભર્યા સબંધ હોય તો તેને વિશ્વાસ બેસે અને સરળતાથી કામ થઇ શકે. સાચો શિક્ષક પણ પરિપક્વ વિદ્યાર્થી સાથે મિત્રતાભર્યા સબંધ રાખે છે. આમ, અર્જુન સાથેના મિત્રતાભર્યા સંબંધ કૃષ્ણને આદર્શ શિક્ષક બનાવે છે. અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે, હું મારું કર્તવ્ય ભૂલી ગયો છું, મનની સ્વસ્થતા ખોઈ બેઠો છું, ત્યારે મારા માટે કલ્યાણકારી હોય તે જણાવો. હું હવે આપનો શિષ્ય છું. અર્જુન શિષ્ય રૂપે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારે છે. આ બાબત જ શ્રીકૃષ્ણના શિક્ષક સ્વરૂપને વ્યક્ત કરે છે.

શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપે છે એમ શ્રીકૃષ્ણ પણ અર્જુનને યુદ્ધના મેદાનમાં માર્ગદર્શન આપે છે કે શું કરાય અને શું ના કરાય. અર્જુન પોતાના સગાંઓની સામે યુદ્ધ કરવાની ના પાડે છે અને હથિયાર હેઠાં મૂકી દે છે. ત્યારે શ્રીકૃષ્ણ સાચો રસ્તો બતાવે છે કે તેણે યુદ્ધ કરવું જોઈએ. વિદ્યાર્થી શિક્ષકે જણાવ્યા પ્રમાણે કરે છે તેમ અર્જુન પણ શ્રીકૃષ્ણના ઉપદેશને માનીને યુદ્ધ લડવા તૈયાર થઈ જાય છે. અહીં આદર્શ શિક્ષકની જેમ શ્રીકૃષ્ણ અર્જુનને કોઈ દબાણ કરતા નથી કે નથી હુકમ કરતા કે તારે યુદ્ધ કરવું જ પડશે, પણ ઉપદેશ કે માર્ગદર્શન આપીને તેની ફરજ શું છે તે જણાવે છે, જે આદર્શ શિક્ષકની નિશાની છે.

અંતે અર્જુન શ્રીકૃષ્ણના કહ્યા મુજબ જ કરે છે અને યુદ્ધ લડવા તૈયાર થઇ જાય છે. અર્જુનને યુદ્ધ લડવા માટે માનસિક રીતે તૈયાર કરવા શ્રીકૃષ્ણ અર્જુનને શા માટે યુદ્ધ કરવું જોઈએ તે સમજાવે છે, એટલું જ નહીં પણ યુદ્ધ નહીં કરે તો શું નુકસાન થશે એ પણ સમજાવે છે. જેમકે, મહાન યોદ્ધાઓ તને કાયર કહેશે, શત્રુઓ તારા માટે કડવા વેણ કહેશે, યોદ્ધા તરીકેની તારી કીર્તિ ગુમાવીશ, ક્ષત્રિય તરીકેના કર્તવ્યની ઉપેક્ષા કરીને પાપનું ફળ મળશે વગેરે. આમ આદર્શ શિક્ષક એક સિક્કાની બે બાજુ બતાવે છે તેમ શ્રીકૃષ્ણ પણ અર્જુનને યુદ્ધ લડવા માટે હકારાત્મક અને નકારાત્મક બંને બાબતો સમજાવે છે. શ્રીકૃષ્ણ અર્જુનને જ્યારે ઉપદેશ આપતા હોય છે ત્યારે અર્જુન તેના મનમાં રહેલી શંકાઓ વ્યક્ત કરે છે. શોકગ્રસ્ત અર્જુનને શ્રીકૃષ્ણ સ્મિત પૂર્વક ઉપદેશ આપે છે.

આમ, આદર્શ શિક્ષક વર્ગમાં જ્યારે શીખવતો હોય ત્યારે તેના મોઢા પર સ્મિત હોવું જ જોઈએ તેમ શ્રીકૃષ્ણ પણ સ્મિત સાથે ચર્ચા કરે છે. તે પણ આદર્શ શિક્ષકની નિશાની છે. શ્રીકૃષ્ણ ઉપદેશ આપતી વખતે ઉદાહરણો પણ આપે છે. જેમકે, આત્મા અમર છે તે બાબત સમજાવવા માટે કહે છે કે, જેવી રીતે મનુષ્ય વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ શરીર તજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે. આવી રીતે અનેક ઉદાહરણો આપ્યા છે. શ્રીકૃષ્ણ અર્જુનને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. આ માટે અર્જુનમાં રહેલી શક્તિ અને કૌશલ્યો જણાવીને તેને આદર્શ શિક્ષકની જેમ પ્રોત્સાહિત કરે છે. જેમકે, શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તારામાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર તારા માટે તે લેશ માત્ર યોગ્ય નથી, તેનાથી અપયશ પ્રાપ્ત થાય છે. પ્રોત્સાહન માટે અર્જુનને ‘મહાબાહુ, ભારતવંશી, પાર્થ, કુંતીપુત્ર, કુરુનંદન, અર્જુન, ધનંજય, પૃથાપુત્ર, પરંતપ (શત્રુઓનું દમન કરનાર) વગેરે જેવા અનેક ઉપનામ આપીને અર્જુનને પ્રોત્સાહિત કરે છે, જે આદર્શ શિક્ષકના લક્ષણો કહી શકાય.

જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં ગમે તેમ વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો !

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *