Kavya: ઉદાસ ચહેરા પર દુ:ખ સરે છે કોના નામનું

Kavya: વગર કહે આ સભા મૌન ધરે છે કોના નામનું,
ઉદાસ ચહેરા પર દુ:ખ સરે છે કોના નામનું.
આ કાળા ડિબાંગ વાદળ છવાયા છે મન સ્મૃતિમાં,
આંખથી છલકતું આ અશ્રુ ખરે છે કોના નામનું.
હળી મળીને સૌ કોઈ કેવા બેઠા છે આજે શિસ્તમાં !
નજર નિસાસો નાખી રોયા કરે છે કોના નામનું.
લાગણીઓ ખંખેરી સૌ ઊભા થઈ જશે જો જો હવે,
લાવે છે કાગળ , હવે વીલ કરે છે કોના નામનું.
મૌનથી શરૂ થયેલી ચર્ચા જશે ત્યાં ચોતરા સુધી,
જોઈએ હવે મૌન ફરી ફરે છે કોના નામનું.

આ પણ વાંચો:- Bas Ek Tak: ઘણી વાર “બસ એક તક” લોકોનું જીવન બદલી નાખે છે; વાંચો વિશેષ લેખ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *