dwarka janmashtami meeting

Dwarka Janmashtami utsav: દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન અંગે બેઠક મળી

Dwarka Janmashtami utsav: દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

અહેવાલ: જગત રાવલ
જામનગર, 28 જુલાઈ:
Dwarka Janmashtami utsav: દ્વારકા ખાતે ૧૯ ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે ટ્રાફિક સમસ્યા ના સર્જાઈ, વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા સહિતની બાબતો પર યોગ્ય ધ્યાન આપવા જણાવાયું હતું.

આ પણ વાંચો..Tiranga will fly on 1 crore houses: જિલ્લા નગરોમાં 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવાનો આપણો સંકલ્પ છે – મુખ્યમંત્રી

આ ઉપરાંત હાલમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી લોકોએ માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે.

આ બેઠકમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી સારડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01