Anjeer

Benefits of Anjeer: આજે જ ડાયટમાં સામેલ કરો અંજીર, મળશે આ અદ્ભુત ફાયદાઓ…

Benefits of Anjeer: રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અંજીર ખૂબ જ મદદ કરે છે

હેલ્થ ડેસ્ક, 17 નવેમ્બરઃ Benefits of Anjeer: અંજીર માત્ર એક ફળ જ નથી પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણોનો પણ સમાવેશ થાય છે. તે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. અંજીરમાં વિટામીન, ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારેઃ

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અંજીર ખૂબ જ મદદ કરે છે. અંજીરમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને પોટેશિયમ રોગપ્રતિકારક શક્તિ માટે શ્રેષ્ઠ મનાય છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે. આ સાથે ખાલી પેટે અંજીર ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગીઃ

હૃદયની બીમારીઓને દૂર રાખવા માટે દરરોજ અંજીર ખાવું જોઈએ. એન્ટીઑકિસડન્ટ અને પોટેશિયમથી ભરપૂર સૂકા અંજીર હૃદયને સ્વસ્થ રાખે છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને, તે નસોમાં અવરોધ દૂર કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.

વજન ઘટાડવા અને હાડકાં માટે ઉપયોગીઃ

ફાઈબરથી ભરપૂર અંજીર ખાવાથી શરીરને એનર્જી મળે છે. જો અંજીરનો ઉપયોગ પરેજી પાળવામાં કરવામાં આવે તો તમે તેનાથી ભરપૂર ઊર્જા મેળવી શકાય છે, જેના પછી તમે ઓછું ખાવાથી વજન સરળતાથી ઘટાડી શકો છો. ડાયેટિંગ માટે આ બેસ્ટ ઓપ્શન છે.

ઉપરાંત, અંજીરમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. જો હાડકામાં દુખાવાની સમસ્યા હોય તો રોજ અંજીર ખાવું જોઈએ. તેનાથી હાડકાના દુખાવામાં રાહત મળે છે. રોજ સવારે દૂધ સાથે અંજીર ખાવાથી નબળાઈ પણ દૂર થાય છે.

આ રીતે અંજીરનું કરો સેવન

અંજીર ખાવાની સૌથી સારી રીત છે તેને દૂધ સાથે ખાવા જોઈએ. અંજીરને દૂધમાં પલાળી, ઉકાળીને તેનું સેવન કરી શકાય છે. તે રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ સારું છે. તમે સૂકા અંજીર પણ ખાઈ શકો છો. પલાળેલ અંજીર ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે હાડકાં માટે પણ સારું છે.

આ પણ વાંચો… CM Bhupendra Patel Inaugurated “Jal Utsav”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ કરાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો