Cinnamon consumption in diabetes

Cinnamon consumption in diabetes: ડાયાબિટીસના રોગમાં તજનું કરો સેવન, થશે આ લાભ

Cinnamon consumption in diabetes: ડાયાબિટીસના રોગીઓમાં તજ બ્લડ શુગરમાં ઘટાડો લાવે છે.

હેલ્થ ડેસ્ક, 09 ઓગષ્ટઃ Cinnamon consumption in diabetes: હાલના સમયમાં મોટાભાગના લોકોમાં ડાયાબિટીસ જેવી બિમારી જોવા મળે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનો પહેલો માર્ગ છે યોગ્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. ડાયાબિટીસના રોગમાં તજ ખાવા અત્યંત ફાયદાકારક હોય છે. તજનું રોજ સેવન કરવાથી ડાયાબિટીસમાં બચાવ થાય છે. ડાયાબિટીસના રોગીઓમાં તજ બ્લડ શુગરમાં ઘટાડો લાવે છે.

તજ – તજ એક મસાલો જ નથી, એક ઔષધિ પણ છે. તજ કેલ્શિયમ અને ફાઇબરનો પણ એક સારો સ્રોત છે. તજ ડાયાબિટીસને સંતુલિત કરવા માટે એક પ્રભાવી ઔષધિ છે માટે તેને ગરીબ વ્યક્તિનું ઇન્સ્યુલિન પણ કહે છે. તજ ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ તે શરીરમાં બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. જે લોકોને ડાયાબિટીસનથી તેઓ પણ તેનું સેવન કરી ડાયાબિટીસથી બચી શકે છે અનેજેઓ ડાયાબિટીસના દર્દી છે તેઓ આના સેવનથી બ્લડ શુગરને ઓછું કરી શકે છે.

આ પણ વાંચોઃ India total 61 medals win in CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, કુલ 61 મેડલ જીત્યા

સેવનની વિધિ –

  • એક કપ પાણીમાં તજનો પાવડર ઉકાળી, પાણી ગાળી દરરોજ સવારે પીવો. આને કોફીમાં મિક્સ કરીને પણ પી શકો છો. તેના સેવનથી ડાયાબિટીસમાં લાભ થશે.
    સાવધાની – તજની માત્રા ઓછી રાખવી, વધુ માત્રામાં લેવાથઈ નુકસાન થઇ શકે છે.
  • રોજ ત્રણ ગ્રામ તજ લેવાથી માત્ર બ્લડ શુગરની માત્રા જ ઓછી નહીં થાય, યોગ્ય ભૂખ પણ લાગશે.
  • તજને પીસીને રોજ ચામાં ચપટી નાંખીને દિવસમાં બે-ત્રણ વખત પીઓ. આનાથી ડાયાબિટીસની બીમારીમાં આરામ મળશે.
  • સાવધાની – આનું વધુ સેવન કરવું યોગ્ય નથી, માટે રોજ થોડી-થોડી માત્રામાંજ સેવન કરો.
  • તજ અને પાણીના મિશ્રણના પ્રયોગથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઘટાડો થાય છે.

નોંધ – તજનું ઉપર પ્રમાણેનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે ચર્ચા અચૂક કરી લેવી

આ પણ વાંચોઃ Pradosh vrat: પ્રદોષના નિયમ, વિધિ વ્રતનું ફળ અને મહત્વ વિશે- વાંચો વિગતે

Gujarati banner 01