Drugs Seized in Porbandar sea

Drugs Seized in Porbandar Sea: પોરબંદરના દરિયામાંથી ફરી રૂ. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ATSએ બોટ સાથે છ પાકિસ્તાનીની કરી ધરપકડ

Drugs Seized in Porbandar Sea: પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી

પોરબંદર, 12 માર્ચઃ Drugs Seized in Porbandar Sea: ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને  એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Holashtak 2024: આ તારીખથી થશે હોળાષ્ટકનો પ્રારંભ, આ દિવસોમાં ના કરો કોઇપણ શુભ કાર્ય

અહેવાલો અનુસાર, બાતમીને આધારે એટીએસ,કોસ્ટ ગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. એટીએસની ટીમે ઝપાયેલા તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો