Green tea

Know about green tea: જો તમે પણ ગ્રીન ટી પીવાના શોખીન હોવ, તો જાણો તેનાથી થતા નુકસાન વિશે

Know about green tea: રિસર્ચ મુજબ કેફીનનું પ્રમાણ વધુ હોવાને કારણે વધુ ગ્રીન-ટી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે

હેલ્થ ડેસ્ક, ૧૩ જાન્યુઆરીઃ Know about green tea: ચાનો સ્વાદ કોને પસંદ નથી હોતો, પરંતુ વધુ પડતું પીવું નુકસાનકારક હોઈ શકે છે. આ જ કારણ છે કે ઘણા નિષ્ણાતો દૂધની ચાને બદલે ગ્રીન ટી પીવાની સલાહ આપે છે. ગ્રીન-ટી વિશ્વભરના લોકો દ્વારા વ્યાપકપણે પીવામાં આવે છે અને તેને આરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે. તે માત્ર ચયાપચયને વેગ આપવાનું કામ કરતું નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.જોકે, સત્ય એ છે કે ગ્રીન ટીનું વધુ પડતું સેવન શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે.

Know about green tea: રિસર્ચ મુજબ કેફીનનું પ્રમાણ વધુ હોવાને કારણે વધુ ગ્રીન-ટી પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે અને પેટમાં એસિડિટી પણ વધી શકે છે. જો તમે પણ ગ્રીન ટી પીવાનું પસંદ કરો છો, તો તેના કારણે થતા નુકસાનને જાણવું પણ તમારા માટે જરૂરી છે.તો આવો જાણીયે ગ્રીન ટી પીવાના ગેરફાયદા વિશે 

જો તમે દવાઓ લઈ રહ્યા છો, તો તમને અસર થઈ શકે છે

જો તમે કોઈપણ પ્રકારની દવાઓ લેતા હોવ તો તેની સાથે ગ્રીન-ટી ન પીવો કારણ કે તેનાથી લીવરને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

પેટ ખરાબ થઈ શકે છે

ગ્રીન-ટી ખાલી પેટે ન પીવી જોઈએ. જો તેને ખાલી પેટે પીવામાં આવે તો તેનાથી પેટમાં દુખાવો, ઉબકા કે કબજિયાત થઈ શકે છે. કારણ કે ગ્રીન ટી માં ટેનીન હોય છે, જે પેટમાં એસિડ વધારે છે.

શરીરમાં પાણીની કમી થઈ શકે છે

ગ્રીન-ટીમાં મૂત્રવર્ધક ગુણ હોય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. તેથી, વધુ પડતી ગ્રીન ટી પીવાથી અતિશય પેશાબ અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલિત થઈ શકે છે.

શરીરમાં આયર્નની ઉણપ હોઈ શકે છે

ગ્રીન-ટીમાં કેટેચિન હોય છે, જે ચયાપચયને વેગ આપવા માટે જાણીતું છે, પરંતુ તે વધુ પીવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ આયર્નની ઉણપથી પીડિત છે, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

માથાના  દુખાવાનું  કારણ બને છે

જે લોકો વધારે માત્રામાં ગ્રીન-ટીનું સેવન કરે છે તેઓ વારંવાર માથાના દુખાવાની ફરિયાદ કરે છે, કારણ કે ગ્રીન-ટીમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં પાણીની કમીનું કારણ બને છે. જેના કારણે માથાના દુખાવાની ફરિયાદ થવા લાગે છે.

આ પણ વાંચો…POSCO-Adani Collaboration MOU: કચ્છના મૂંદ્રામાં સ્થપાશે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટ

Whatsapp Join Banner Guj