Mucormycosis

Mucormycosis: જાણો,ફૂગમાંથી જન્મેલી આ મહામારીનું કારણ,બચવાની રીત- પેનિક થવાની જરુર નથી, વાંચો સંપૂર્ણ માહિતી

હેલ્થ ડેસ્ક, 23 મેઃ કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ એક રોગને મહામારી જાહેર કરવાનો આદેશ આપ્યો. મ્યુકરમાઇકોસિસ(Mucormycosis). આટલી હાડમારી જાણે ઓછી હતી તે એક નવી વ્યાધિ પણ આવી પહોંચી છે. આવી પડી તો હવે લડયા વિના છૂટકો નથી. તે શું છે, કેમ આવી, તેનાથી કેમ બચવું, તેનો ઇલાજ શું આવી અથથી ઈતિ માહિતી મેળવીને જ તેનાથી બચી શકાય છે.

શું છે મ્યુકરમાઇક્રોસિસઃ(Mucormycosis) માણસનું શરીર અબજો બેક્ટેરિયાનું ઘર છે. ઉપરાંત આપણા શરીરમાં ફુગ પણ હોય છે. નાકમાં, બગલમાં, ચામડી પર, પણ આપણને કંઈ ખબર પડતી નથી. કારણ? સૌથી મોટો ચમત્કાર એવી આપણી ઇમ્યુન સિસ્ટમ. રોગપ્રતિકારક ક્ષમતા.

  • ઇમ્યુન સિસ્ટમ સારી તો કોઈ રોગ શરીરને અડી શકતો નથી. કોરોનાની પ્રથમ લહેરમાં બાળકોને બિલકુલ અસર ન થઈ અને બીજી લહેરમાં ઓછી અસર શા માટે જોવા મળી? કારણ બાળકોની ઇમ્યુન સિસ્ટમ બહુ જ પાવરફૂલ હોય છે. આ વાક્યમાં મહાન સત્ય નિહિત છે. કોઈ પણ રોગથી બચવું હોય તો ઇમ્યુન સિસ્ટમને લાકડા જેવી રાખવાની. મજબૂત રાખવાની.
  • ફુગ અને બેક્ટેરિયા પ્રકૃતિના ડિકમ્પોઝર છે. પ્રાકૃતિક વિઘટકો છે. તેનું કામ પદાર્થનું વિઘનટ કરીને જુદા-જુદા ઘટકોને મુક્ત કરવાનું છે. હેલ્ધી શરીરમાં ફુગ પોતાનું કામ કરી શકતી નથી. જો શરીર માંદું હોય, ઇમ્યુન સિસ્ટમ નબળી પડી ગઈ હોય તો ફુગ તરત જ પોતાનું વિઘટનનું કાર્ય શરૂ કરી દે છે. મૃતદેહમાં ફુગ બહુ ઝડપથી પોતાનું કામ કરતી હોય છે.
  • હેલ્ધી શરીરમાં નહીંવત્ અને શરીર જેમ માંદું પડતું જાય તેમ ફુગ પોતાનું કામ ઝડપથી કરવા માંડે છે. ભારતમાં સત્તાવાર રીતે બે કરોડ લોકો કોરોનાનો શિકાર બની ગયા છે. કોવિડ થોડા દિવસોમાં મટી તો જાય છે, પણ ઇમ્યુન સિસ્ટમને તહસ-નહસ કરી નાખે છે. અહીં મ્યુકર માઇકોસિસને પોતાનું કામ કરવાનો મોકળો માર્ગ મળી શકે છે.
  • હેલ્ધી શરીરમાં નહીંવત્ અને શરીર જેમ માંદું પડતું જાય તેમ ફુગ પોતાનું કામ ઝડપથી કરવા માંડે છે. ભારતમાં સત્તાવાર રીતે બે કરોડ લોકો કોરોનાનો શિકાર બની ગયા છે. કોવિડ થોડા દિવસોમાં મટી તો જાય છે, પણ ઇમ્યુન સિસ્ટમને તહસ-નહસ કરી નાખે છે. અહીં મ્યુકર માઇકોસિસને પોતાનું કામ કરવાનો મોકળો માર્ગ મળી શકે છે.
Whatsapp Join Banner Guj

ડરવાની કે પેનિક થવાની જરુર નથીઃ જે લોકોને કોરોના થયો છે તે બધાને બ્લેક ફંગસ ઉર્ફે મ્યુકર માઇકોસિસ(Mucormycosis) થશે એ જરૂરી નથી. પણ કોવિડ ગયા પછી જેમની ઇમ્યુનિટી વધી નથી અને જે કાળી ફુગના સંપર્કમાં આવી જાય છે તેમના પર આ ખતરો અધિક છે.

  • એવી જ રીતે માની લો કે કોઈને કોરોના થયો જ નથી. અને ઇમ્યુનિટી નબળી છે, તેય જો કાળી ફુગના સંપર્કમાં આવી જાય તો તેનેય મ્યુકરમાઇકોસિસનું જોખમ છે.
  • બ્લેક ફંગસમાં મૃત્યુદર ૫૦ ટકાથી વધુ હોવાથી તે ન થાય તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેને સ્કીન પર ફંગલ ઇન્ફેક્શન થયું હશે તેમને ખ્યાલ હશે.
  • બેક્ટેરિયા કે વાઇરલ ઇન્ફેક્શન મટાડવું સહેલું છે, પણ ફંગલ એકવાર થયા પછી તેને મટાડવામાં ધોળા દિવસે તારા દેખાઈ જાય. તે ઘડીકમાં મટતું નથી.
  • દવા લો એટલે મટી જાય અને દવા મૂકો એટલે પાછું દેખા દે. મટાડવામાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે. જોકે સ્કીન પર થતી ફંગસ સૌથી ઓછી જોખમી છે. તેમાં જીવ જવાનો ખતરો બહુ ઓછો છે. તેની સામે બ્લેક ફંગસ વધારે જોખમી છે અને વાઇટ ફંગસ એના કરતા પણ વધારે.

મ્યુકર માઇકોસિસ(Mucormycosis)ના લક્ષણ શું છે?: નાક બંધ થઈ જવું, નાકમાંથી લોહી અથવા કાળો તરલ પદાર્થ બહાર નીકળવો, આંખમાં સોજો અને દરદ, ધૂંધળું દેખાવું, અંધાપો આવી જવો, નાકની આસપાસ કાળા ડાઘા થવા, આંખમાં ડાઘા દેખાવા, મોંમાં ચાંદા પડવા, જડબા આસપાસ બ્લેક સ્પોટ દેખાવા. વગેરે. મ્યૂકર ફુગનો કલર બ્લેક હોવાથી તે જ્યાં કોલોની બનાવે ત્યાં બ્લેક સ્પોટ દેખાય છે.

સામાન્ય માણસે મ્યૂકરમાઇકોસિસ(Mucormycosis)થી કઈ રીતે બચવું? જવાબ આ રહ્યા

  • ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખો. સારું ખાવ, નિયમિત કસરત કરો, પૂરતી ઊંઘ લો.
  • કૂલરનો ઉપયોગ ન કરો. કૂલરમાં ભેજ હોય છે. ભેજ ફંગલ ઇન્ફેક્શન ફેલાવવા માટે સૌથી મહત્ત્વનું ફેક્ટર છે. આથી ભેજથી બચો. એસીનો ઉપયોગ કરી શકાય, પણ એસી ક્લીન કરાવી નાખો.
  • શરીરને અને ઘરના દરેક એરિયાને ડ્રાય રાખો. યાદ રાખો કે ભીની સપાટી પર ફંગસ વિકસે છે. તમે એ ભીની સપાટીના સંપર્કમાં આવો એટલે એ તમને ચેપ લગાડવાનું શરૂ કરે. આથી ઘરના તમામ એરિયાને કોરો રાખો અને શરીરને પણ કોરું રાખો. પરસેવો વારંવાર લૂછો અને હાથ, પગ, મોં સ્વચ્છ રાખો.
  • કોવિડના નિયમોનું તો પાલન કરવાનું જ છે. માસ્ક વત્તા સેનેટાઇઝર વત્તા સોશિયલ ડિસ્ટન્સિંગ.
ADVT Dental Titanium
વાઇટ ફંગસ શું છે?: બિહારમાં વાઇટ ફંગસના કેસીઝ જોવા મળી રહ્યા છે. ઓલું જેમ મ્યૂકરમાઇકોસિસ(Mucormycosis) છે એમ વાઇટ ફંગસ એટલે કેન્ડીડાઇસીસ. વાઇટ ફંગસના લક્ષણ કોવિડ-૧૯ જેવા જ હોય છે. તેની ભાળ જ્યારે સિટી સ્કેન કરવામાં આવે ત્યારે મળે છે. તે ફેફસાંને ચેપ લગાડે છે અને બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક નીવડી શકે છે.

આ પણ વાંચો….

માનવતા જ પહેલો ધર્મઃ પોતાની ફરજ બજાવવા રમજાનમાં રોઝા રાખીને સતત 60થી 80 કોરોના દર્દીઓની સેવા(corona patient Seva) કરી રહ્યાં છે ડો.નાઝ મનસુરી