Pink Guava

Pink Guava Benefits: સ્વાસ્થ્ય ગુણોનું પાવર હાઉસ છે ગુલાબી જામફળ, જાણો તેના અગણિત ફાયદા…

Pink Guava Benefits: ગુલાબી જામફળનું નિયમિત સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે

અમદાવાદ, 02 જાન્યુઆરીઃ Pink Guava Benefits: આપણા વડીલો કહે છે કે આપણે મોસમી ફળો ખાવા જોઈએ. મોસમી ફળોમાંથી પૂરતું પોષણ મળે છે. શિયાળાની ઋતુમાં પણ ઘણા ફળો મળે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. આમાંથી એક છે પિંક જામફળ. સફેદ જામફળ પણ પૌષ્ટિક હોવા છતાં ગુલાબી જામફળ વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

ગુલાબી જામફળમાં એન્ટિફંગલ, એન્ટિડાયાબિટીક, એન્ટિ-ડાયરિયલ, એન્ટિમાઈક્રોબાયલ, વિટામિન સી, કે, બી6, ફોલેટ, આયર્ન, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ, ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, કોપર જેવા ઘણા પોષક તત્વો હોય છે. ચાલો જાણીએ કે ગુલાબી જામફળ ખાવાથી તમને શું કાયદા થઈ શકે છે…

ગુલાબી જામફળ ખાવાના ફાયદાઃ

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે- ગુલાબી જામફળનું નિયમિત સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ગુલાબી જામફળમાં હાજર ફાઇબરની વિપુલતા લોહીમાં એલડીએલ (લો ડેન્સિટી લિપોપ્રોટીન) ના સ્તરને ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં, જેઓ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવા માંગે છે, તેઓ ચોક્કસપણે તેનું નિયમિત સેવન કરી શકે છે.

વધે છે રોગપ્રતિકારક શક્તિઃ ગુલાબી જામફળમાં વિટામીન સીની ભરપૂર માત્રા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેના સેવનથી ત્વચાની તંદુરસ્તી પણ સુુધરે છે. તમને જણાવી દઈએ કે, કેટલાક સંશોધનો દર્શાવે છે કે 100 ગ્રામ જામફળમાંથી શરીરને લગભગ 228 મિલિગ્રામ વિટામિન સી મળી શકે છે.

વજન ઘટાડવામાં છે ફાયદાકારકઃ ગુલાબી જામફળનું નિયમિત સેવન કરવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળી શકે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસ કંટ્રોલઃ ગુલાબી જામફળ પણ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈબર ની ભરપૂર માત્રા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, ગુલાબી જામફળમાં ઓછી ગ્લાયકેમિક ઈન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેથી જ ગુલાબી જામફળને ડાયાબિટીસના દર્દાઓ માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 24 ઓછો છે.

હ્રદયને સ્વસ્થ રાખે છેઃ ગુલાબી જામફળ પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને હ્રદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો… Hit & Run Law Protest: હિટ એન્ડ રન કાયદાને લઈને દેશભરમાં ભારે વિરોધ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો