Sleeping upside down at night causes losses

Sleeping upside down at night causes losses: રાતે ઉલ્ટા સુવાથી થાય છે આ ૬ ભારે નુકસાન, ભુલથી ન કરો આ કામ

Sleeping upside down at night causes losses: ઉલ્ટા સુવાથી બોડીનું સર્ક્યુલેશન સારી રીતે નથી થતું. સાથે જ બોડીના નેચરલ શેપ બગડી જાય છે. જે ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને જન્મ આપે છે

હેલ્થ ડેસ્ક, 16 જુલાઇઃ Sleeping upside down at night causes losses: રાત્રે આપણે અજાણતા જ એવી ઘણી ભુલો કરી દઈએ છે જેની સીધી અસર આપણા હેલ્થ પર પડે છે. તેમાંથી એક ભુલ છે રાત્રે ઉલ્ટા સુવુ છે. ઘણા લોકોને ખબર નહિ હોય કે ઉલ્ટા સુવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન પહોંચે છે. ઉલ્ટા સુવાથી બોડીનું સર્ક્યુલેશન સારી રીતે નથી થતું. સાથે જ બોડીના નેચરલ શેપ બગડી જાય છે. જે ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને જન્મ આપે છે. તો આવો જાણીએ ડોક્ટરની સલાહ મુજબ ઉલ્ટા સુવાથી થનારા ૬ નુકશાન વિશે…

  • ઘણા લોકોને ખબર નથી હોતી કે ઉલ્ટા સુવા(Sleeping upside down at night causes losses)થી નેક પૈનની સમસ્યા જન્મ લે છે. ઉલ્ટા સુવાથી ડોક મરડાઈ જાય છે. તેવી રીતે સુવાથી ડોકના મસલ્સ ખેંચાઇ છે અને બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નથી થઈ શકતું. તેનાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યા થવા લાગે છે. સવારે ઊઠીને જો તમારી ડોક જકડાઈ જાય અથવા ડોકમાં દુખાવો થવા લાગે તો તમારી સુવાની રીતમા બદલાવ લાવવો.
  • ઉલ્ટા સુવાથી બેક પૈન પણ થઈ શકે છે. ઉલ્ટા સુવાથી કરોડરજ્જુના હાડકા પોતાનો નેચરલ શેપ ખોઈ નાખે છે. કરોડરજ્જુ જ્યારે પોતાનો શેપ ખોવાય જવાથી બેક પૈનનાં પ્રોબ્લેમ થવા લાગે છે. એટલા માટે જો બેક પૈનની સમસ્યા થાય છે તો તેનું એક કારણ છે તમારુ ઉલ્ટા સુવાનું પણ હોઈ શકે છે.
  • ઉલ્ટા સુવાથી એક બીજી જે મહત્વની સમસ્યા છે તે છે માથાનો દુખાવો. જો તમે ઉલ્ટા સુઈ જાવ છો તો તમારી ડોક મરડાઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું. બ્લડ સર્ક્યુલેશન સારું ન હોવાના કારણે માથાના દુખાવાની સમસ્યા પણ સામાન્ય બની શકે છે. એટલા માટે જો તમને રોજ માથાના દુખાવાની સમસ્યાથી પરેશાન રહેતા હોવ તો તમારી પેટના આધારે સુવાની આદત તેનું મુખ્ય કારણ હોઇ શકે છે.
  • એટલું જ નહીં પેટ ભર સુવા(Sleeping upside down at night causes losses)થી જોઈન્ટ પેઇન ની સમસ્યા પણ ઉદભવી શકે છે. ઉલ્ટા સુવાથી હાડકાઓની પોઝીશન સારી નથી રહેતી. હાડકા ઓની પોઝિશન સારી ન રહેવાથી જોઈન્ટ પેઇન ની સંભાવના વધી જાય છે. એટલા માટે જોઈન્ટ પેઇન હોય તો ધ્યાન રાખવું કે તમારી સુવાની ખોટી પોઝીશનને કારણે તો નથી થઈ રહ્યું.
  • જો તમે પેટ પર સુતા રહો છો તો તમારો ચહેરો દબાઈ જાય છે તેનાથી મોઢાને એટલું ઑક્સિજન નથી મળતું જેટલું જરૂરી છે તે ચહેરા ઉપર પિંપલ્સ અને કરચલીઓની સમસ્યા પેદા કરે છે.
  • જો તમે ઉલ્ટા સુવો છો તો ખાધેલું ખાવાનું સારી રીતે નથી પચતું. ખાવાનું સારી રીતે નહીં પછી તો તમને ડાયજેશન પ્રોબ્લેમ થવા લાગશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે ખાવાનું સારી રીતે પેટમાં પચી જાય તો ઉલ્ટા સુવાનું ટાળવું જોઈએ.
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Asteroid collide with Earth: પૃથ્વી સાથે એસ્ટેરોઇડ ટકરાવવાની સંભાવના હવે ૧૦ ગણી વધારે, નાસાએ આપી ચેતવણી