Covid vaccine edited e1623412455619

Third dose of covid vaccine: કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ કોના માટે જરૂરી? વાંચો WHO આપ્યો શું જવાબ?

Third dose of covid vaccine: યુએસ સરકારના ટોપ ઇન્ફેક્ટિયસ ડિસીઝ એક્સપર્ટ્સની આ વાતથી સંમત છે કે કોરોના રસીનો ત્રીજી ડોઝ સંવેદનશીલ લોકોને સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે

નવી દિલ્હી, 31 ઓગષ્ટઃThird dose of covid vaccine: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની યુરોપ શાખાના પ્રમુખે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેઓ યુએસ સરકારના ટોપ ઇન્ફેક્ટિયસ ડિસીઝ એક્સપર્ટ્સની આ વાતથી સંમત છે કે કોરોના રસીનો ત્રીજી ડોઝ સંવેદનશીલ લોકોને સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે.

ડો. હંસ ક્લુગેએ સંક્રમણના ફેલાવાને ખૂબ જ ચિંતાજનક ગણાવતા કહ્યું કે, WHO યૂરોપ ક્ષેત્રમાં સામેલ 52 માંથી 33 દેશોમાં છેલ્લા એક અઠવાડિયાથી વધારે સમયથી કેસોમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ક્લુગેએ કહ્યું કે, તેમણે અમેરિકી સરકારના ટોપ સંક્રામક રોગ નિષ્ણાત ડો. એન્થોની ફૌસી સાથે વાત કરી છે અને બંને માને છે કે, રસીનો ત્રીજો ડોઝ તે પ્રકારની લક્ઝરી નથી જે તે વ્યક્તિ પાસેથી છીનવી લેવામાં આવે જે પ્રથમ ડોઝ માટે રાહ જોવે છે.

આ પણ વાંચોઃ 9 Supreme Court Judges Take Oath: આજે સુપ્રીમ કોર્ટમાં 9 જજોએ એક સાથે શપથ લીધા, ગુજરાત હાઈકોર્ટના બે જજ પણ સામેલ

ક્લુગે કહ્યું કે તે માત્ર સૌથી નબળા લોકોને સુરક્ષિત રાખવા માટે છે. તેમણે એમ પણ કહ્યું કે જે સમૃદ્ધ દેશોમાં વધુ રસીઓ ઉપલબ્ધ છે, તેમને તે દેશો સાથે વહેંચવી જોઈએ જ્યાં રસીઓની અછત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઈને ચર્ચાઓ થઈ રહી છે. લોકોના મનમાં પ્રશ્ન એ છે કે બે ડોઝ લીધા પછી પણ તેમને ત્રીજા ડોઝની જરૂર પડી શકે છે? તમે WHO ના આ લોબિંગને તમારા પ્રશ્નોના જવાબ તરીકે ગણી શકો છો.

Whatsapp Join Banner Guj