hybridvehicl

રિસર્ચ: વધુ પડતો ટ્રાફિકનો અવાજ(traffic noise) હૃદય માટે જોખમી, આવો જાણીએ તેના કારણો સાથે જ ધ્વનિનું સ્તર કેટલું હોવું જોઈએ?

traffic noise

હેલ્થ ડેસ્ક, 25 માર્ચઃ ટ્રાફિકમાં ઉભા હોઇએ તો તેના અવાજથી જ કાન અને માથામાં દુખાવો થવા લાગે છે. પરંતુ તાજેતરમાં જ થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વધુ પડતો ટ્રાફિકનો અવાજ(traffic noise) હૃદય માટે જોખમી છે. યુરોપિયન હાર્ટ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, વધારે સમય સુધી ટ્રાફિકના ઘોંઘાટ(traffic noise) વચ્ચે રહેવાથી હ્રદય રોગનું જોખમ વધી જાય છે. જી, હાં ટ્રાફિક અને પ્લેનથી થતા ઘોંઘાટની અસર જાણવા માટે રસ્તા અને એરપોર્ટના કિનારે રહેતા લોકો પર 5 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચમાં ટોટલ 500 લોકો સામેલ હતા. સંશોધકોએ સ્ટડી પછી તારવ્યું કે, એવરેજ 24 કલાકમાં લેવલ 5 ડેસિબલ વધે તો પણ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ 35% વધી જાય છે.

ADVT Dental Titanium

રિસર્ચમાં સામેલ લોકો પર ઘોંઘાટની અસર જાણવા માટે તેમના બ્રેનનું સ્કેનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટમાં ખબર પડી કે, ઘોંઘાટ વધવાથી તેમના બ્રેનમાં સ્ટ્રેસ, ડર અને ગભરામણને કંટ્રોલ કરવા જે ભાગ જવાબદાર હોય છે તેની પર અસર થાય છે.જ્યારે સ્ટ્રેસ અને ગભરામણ વધે છે તો શરીર તેનાથી લડવા માટે એડ્રિનાલિન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે છે. સ્ટ્રેસ અને ગભરામણની સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે, પાચન ક્ષમતા ઓછી થાય છે. શરીરમાં ફેટ અને સુગરનું સર્ક્યુલેશન ઝડપી બને છે. તેની સીધી અસર હાર્ટ પર પડે છે. નવા રિસર્ચ પ્રમાણે, વધારે ઘોંઘાટમાં રહેવાથી ધમનીઓમાં સોજા આવી જાય છે. તેનાથી હૃદય પર દબાણ વધે છે. ધ્વનિ પ્રદૂષણની અસર ઊંઘ પર પણ પડે છે. રાતે પ્લેનના ઘોંઘાટને લીધે મેટાબોલિઝમ પર ખરાબ અસર થાય છે.

Whatsapp Join Banner Guj

આવામાં પ્રશ્ન થશે કે અવાજનું સ્તર કેટલું હોવું જોઇએ? પણ શું અવાજને માપી શકાય ખરા? તો આનો જવાબ છે, ધ્વનિ એટલે કે સાઉન્ડને ડેસિબલમાં માપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનાં જણાવ્યા પ્રમાણે, 55 ડેસિબલથી વધારે સાઉન્ડ ઘોંઘાટ પેદા કરે છે અને તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કાર અને ટ્રકનો આશરે 70થી 90 ડેસિબલ ઘોંઘાટ હોય છે. સાયરન અને પ્લેનથી 120 ડેસિબલ કે તેનાથી વધારે ધ્વનિ પ્રદૂષણ થાય છે.

આ પણ વાંચો…

ગુજરાતના આ ગામમાં માત્ર 11 કેસ આવતા જ સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown)ની કરી જાહેરાત, ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો આ નિર્ણય