World Mental Health Day

World Mental Health Day: શારીરિક ફિટનેસની સાથે માનસિક ફિટનેસ પણ છે જરુરી, આ લક્ષણોને અવગણશો નહીં

World Mental Health Day: વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સાથે મળીને વર્ષ 1992માં આ દિવસે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ ઉજવવાની જાહેરાત કરી હતી

હેલ્થ ડેસ્ક, 10 ઓક્ટોબરઃ World Mental Health Day: અત્યારના સમયની ભાગદોડવાળી જીદગીંમાં શારિરીક ફિટનેસ પર સૌકોઇ ધ્યાન આપે છે. પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર કોઇ ભાગ્યે જ ધ્યાન આપે છે. જીવનમાં શાંતિથી જીવવા માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ એટલુ જરુરી છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ  દર વર્ષે 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સાથે મળીને વર્ષ 1992માં આ દિવસે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં માનસિક સ્વાસ્થ્ય ની વધુ સારી જાળવણી અંગે જાગૃતિ લાવવાનો છે. સાથે જ લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે શિક્ષિત કરવા અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે સમાજમાં હાજર સ્ટિગ્માને ઘટાડવાના હેતુસર આ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે તેને એક ખાસ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. 

માનસિક સ્વાસ્થ્યને અસર કરતા કારણો

મનોચિકિત્સક કહે છે કે માનસિક પરિબળો વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંકળાયેલા હોય છે. વ્યક્તિના સામાજિક સંજોગો સામાજિક કાર્યોમાં કેવા છે, તેની માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે. આમાં જોબ પ્રોફાઇલ કેવી છે, કામનું દબાણ, તમારા પ્રત્યે પારિવારિક અપેક્ષાઓ શું છે, નોકરી ગુમાવવી વગેરે પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને ઘણી હદ સુધી અસર કરે છે. ઘણી વખત શારીરિક બીમારી, આત્મવિશ્વાસનો અભાવ, આત્મસન્માનનો અભાવ, પારિવારિક ઝઘડા, પ્રિયજનને ગુમાવવા વગેરેને કારણે મગજની તંદુરસ્તી પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

આ પણ વાંચોઃ 18 NCC Cadets Recruitment from Open Vacancy: શ્રી અંબાજી કોમર્સ કોલેજને કુલ 18 NCC કેડેટની ઓપન વેકેન્સીથી ભરતી કરવામાં આવી

કેવા હોય છે આ સમસ્યાઓના લક્ષણો?

માનસિક વિકાર કે બીમારીઓ વ્યક્તિની વિચારવાની રીત, વર્તન અને લાગણીઓને ઘણી હદ સુધી અસર કરી શકે છે. તે ઘણા અંશે તમારા મૂડને પણ અસર કરે છે. જો તમારામાં સેલ્ફ-સ્ટીમ, ઉત્સાહનો અભાવ, થાક લાગવો, ચિંતા, તણાવ, બેચેની, ચિંતા કરવી, લોકો સાથે વાત કરવાનું ટાળવું, બહાર જવાનું મન ન થવું, વર્ક પ્રોડક્ટિવિટી ખરાબ છે, તો તમારે ચેતવાની જરૂર છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે વ્યક્તિમાં આ લક્ષણો કેટલા સમયથી દેખાઈ રહ્યા છે. ક્યારેક આ લક્ષણો સામાન્ય વાત હોય છે, પરંતુ જો બે-ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તો તેની નકારાત્મક અસર તમારા અંગત અને પ્રોફેશનલ જીવન પર પડવા લાગે છે, તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.

મેન્ટલ હેલ્થને ફિટ રાખવા આટલું કરો

આજકાલ લોકોને પૂરતી ઊંઘ પણ થતી નથી. તે માનસિક સ્વાસ્થ્યને ઘણી હદ સુધી અસર કરે છે. આવી સ્થિતિમાં ઊંઘની નિયમિતતા પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમારા મનની વાત શેર કરો. જીવન વિશે સકારાત્મક વિચારસરણી રાખો. સારી વાતો વાંચો, લખો. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાનનો અભ્યાસ કરો. માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે, તેને સ્ટિગ્માની જેમ ન લો. તમારા પરિવાર, મિત્રો સાથે વાત કરો. એવી વસ્તુઓ કે શોખ પૂરા કરો જે કરવામાં તમને આનંદ આવે છે.

આ પણ વાંચોઃ AAP MLA Rajendra Pal Resignation: AAP ધારાસભ્ય રાજેન્દ્ર પાલનું રાજીનામાથી રાજકીય હોબાળો, જાણો શું કહ્યું આપ નેતાએ?

Gujarati banner 01