18 NCC Cadets Recruitment from Open Vacancy

18 NCC Cadets Recruitment from Open Vacancy: શ્રી અંબાજી કોમર્સ કોલેજને કુલ 18 NCC કેડેટની ઓપન વેકેન્સીથી ભરતી કરવામાં આવી

18 NCC Cadets Recruitment from Open Vacancy: ૩ ગોલ્ડ મેડલ અને ૯ સીલ્વર મેડલ એન.સી.સી.ના કેડેટોએ મેળવીને શ્રી અંબાજી આર્ટસ , કોમર્સ અને બી.સી.એ. કોલેજનું ગૌરવ વધારેલ છે

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 10 ઓક્ટોબરઃ18 NCC Cadets Recruitment from Open Vacancy: બનાસકાંઠાની મોટાભાગની કોલેજો અને સ્કૂલોમાં એન.સી.સી.ના યુનિટ ચાલે છે . તે મુજબ શૈક્ષણિક વર્ષ – ૨૦૧૮-૧૯ થી શ્રી અંબાજી કોમર્સ કોલેજ , અંબાજીને એન.સી.સી.નું ઓપન વેકેન્સી તરીકેનું યુનિટ આપવામાં આવેલ. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨–૨૩ માં પણ શ્રી અંબાજી કોમર્સ કોલેજને કુલ ૧૮ કેડેટની ઓપન વેકેન્સીથી ભરતી કરવામાં આવેલ . 35 GUJ BN NCC B.K. ધ્વારા દર વર્ષે ‘ બી ‘ અને ‘ સી ‘ સર્ટીના કેમ્પનું આયોજન કરવામાં આવે છે .

તેમાં કેડેટોને આર્મીની ટ્રેનીંગ તેમજ અન્ય માહિતી આપવામાં આવે છે . કેમ્પ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમના ધ્વારા કરવામાં આવે છે . જેમાં આપણી કોલેજના કેડેટોએ પોતાનું યોગદાન આપેલ . જેમાંથી ૩ ગોલ્ડ મેડલ અને ૯ સીલ્વર મેડલ એન.સી.સી.ના કેડેટોએ મેળવીને શ્રી અંબાજી આર્ટસ , કોમર્સ અને બી.સી.એ. કોલેજનું ગૌરવ વધારેલ છે . તે બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પરિવાર તમામ કેડેટોને અભિનંદન પાઠવી હતી.

આ પણ વાંચોઃ AAP MLA Rajendra Pal Resignation: AAP ધારાસભ્ય રાજેન્દ્ર પાલનું રાજીનામાથી રાજકીય હોબાળો, જાણો શું કહ્યું આપ નેતાએ?

આ પણ વાંચોઃ Unseasonal rain: રાજ્યભરમાં કમોસમી વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ- વાંચો વિગત

Gujarati banner 01