AAP MLA Rajendra Pal Resignation

AAP MLA Rajendra Pal Resignation: AAP ધારાસભ્ય રાજેન્દ્ર પાલનું રાજીનામાથી રાજકીય હોબાળો, જાણો શું કહ્યું આપ નેતાએ?

AAP MLA Rajendra Pal Resignation: દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ પણ રાજેન્દ્ર પાલથી નારાજ

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ AAP MLA Rajendra Pal Resignation: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમએ આજે નાટકીય રીતે રાજીનામું આપી દીધું છે. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ત એક ‘ધર્માંતરણ કાર્યક્રમ’ માં સામેલ થયા હતા. આ કાર્યક્રમને લઇને રાજધાનીમાં રાજકીય બબાલ મચી ગઇ હતી. રાજેન્દ્ર પાલની આ કાર્યક્રમમાં હાજરી અને ભગવાન પર આપેલા કથિત નિવેદનની ભાજપે ટીકા કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ પણ રાજેન્દ્ર પાલથી નારાજ છે. 

આ વીડિયોને લઇને દાવો કરવામાં આવ્યો હતો કે કાર્યક્રમમાં સામેલ તમામ લોકો હિંદુ દેવી-દેવતાઓની પૂજા છોડવાનો સંકલ્પ લઇ રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર લોકોએ ભગવાન બુદ્ધના બતાવેલા માર્ગનું અનુસરણ કરવાનો સંકલ્પ લીધો. ત્યારબાદ ભાજપે દિલ્હી સરકાર પર નિશાન સાધતાં AAP ધારાસભ્ય રાજેંદ્ર પાલ ગૌતમને બરખાસ્ત કરવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે પણ રાજેન્દ્ર પાલે નારાજગી જણાવવામાં આવી રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ સરકારમાં રાજેન્દ્ર પાલ ગૌતમની પાસે ઘણા મહત્વપૂર્ણ મંત્રાલય હતા. જળ, પર્યટન, સંસ્કૃતિ, કલા તથા ભાષા મંત્રાલયની જવાબદારી રાજેન્દ્ર પાલ પાસે હતી. એટલું જ નહી તેમને સોશિયલ વેલફેર, એસસી-એસટી, સહકારિતા અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે સીમાપુરી વિધાનસભા સીટ પરથી AAP માટે જીત પ્રાપ્ત કરી હતી. 

આ પણ વાંચોઃ Unseasonal rain: રાજ્યભરમાં કમોસમી વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Check bounce:ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા નાણા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક, નવા નિયમની તૈયારી- વાંચો વિગત

Gujarati banner 01