mars5 1024x683 1

Farming on mars: નાસાને શોધમાં મળી સફળતા, મંગળ ગ્રહ પર થઇ શકે છે ખેતી

Farming on mars

નવી દિલ્હી, 18 માર્ચઃ નાસા દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી મુજબ કેટલાક સુક્ષ્મ જીવો મંગળ ગ્રહ પર પણ અસ્થાઇ રીતે જીવતા રહી શકે છે. આ સુક્ષ્મજીવોની મદદથી જ મંગળ(Farming on mars)ની સપાટી પર ફૂલ છોડ ઉગાડવા શકય બનશે. છોડને પૃથ્વીની બહાર ઉગાડીને વિકાસ માટે બેકટેરિયાની જરુર પડે છે. સંશોધકોએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના વિવિધ સ્થળોએ મેથિલો બેકટેરિયા કૂળના બેકટેરિયાના ૪ સ્ટ્રેનની શોધ કરી છે જેમાંથી ૧ સ્ટ્રેનની ઓળખ મિથાઇલોરુબ્રમન રોડેશિયાનમના સ્વરુપે કરવામાં આવી છે જયારે અન્ય ૩ અગાઉ જોવા મળ્યા ન હતા.

ADVT Dental Titanium

મોટાઇલ બેકટેરિયાનું જીનેટિક પૃથ્થકરણ કરતા માલૂમ પડયું કે તે મિથાઇલોબેકટીરિયમ નજીકના સંબંધી જણાય છે. જાણીતા બાયો ડાયવર્સિટી ક્ષેત્રના સંશોધક ડૉ અજમલખાનના માનમાં બેકટેરિયાની નવી પ્રજાતિ મેથિલોબેકટીરિયમને અજમલી નામ પાળવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ અંગેનું સંશોધન માઇક્રોબાયોલોજી ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત થઇ છે.

1 UtFRLtXt0KHcONlkKPlWLA

આ સંશોધન અંગે નિષ્ણાતોનું માનવું છે કે અંતરીક્ષમાં પાક ઉગાડવા માટે બેકટેરિયાના સ્ટ્રેનમાં જૈવ ટેકનિકી સ્વરુપે ઉપયોગી બને તેની આનુવાંશિકતા હોઇ શકે છે. જો કે આ તો સ્રાવ પ્રાથમિક અનુમાન છે પરંતુ અંતરિક્ષમાં બેકટેરિયાના સ્ટ્રેનની મદદથી ખેતી થઇ શકે છે તેના માટે હજુ ઘણા સંશોધન પ્રયોગોની જરુર છે.

Whatsapp Join Banner Guj

નાસા અંતરિક્ષ જીવવિજ્ઞાન કાર્યક્રમ (સ્પેસ બાયોલોજી પ્રોગ્રામ) દ્વારા સૂક્ષ્મજીવોની ઉપસ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના સર્વક્ષણનું કામ કરવામાં આવી રહયું છે. હાલમાં કુલ ૮ સ્થાનો પર સ્પેસ સ્ટેશન પર બેકટેરિયાના વિકાસ પર નજર રાખવામાં આવી રહી છે. આ સંશોધન કાર્ય છેલ્લા ૬ વર્ષથી ચાલી રહયું છે. સ્પેસ સ્ટેશનમાં વનસ્પતિ(Farming on mars) ઉગાડીને તેના પ્રયોગને સમજવા માટે સાનુકૂળ વાતાવરણ હોય છે પરંતુ નવા મેથિલો બેકટીરિયમ બેકટેરિયા પર હજુ ઘણા સંશોધનોની જરુરીયાત છે.

આ પણ વાંચો…

ગ્રાહકે જ્વેલર્સ સામે મૂકી અનોખી શરત, દાગીના બન્યા તે શો-રૂમની અંદર થઇ ગાયની પૂજા(govu pooja)- જુઓ વીડિયો