mobil 0120 1024x683 1

મોબાઈલની બેટરી(mobile Battery burst) ફાટતા ગેમ રમતા બાળકો દાઝ્યા, હાલ ભાઇ-બહેન સારવાર હેઠળ

mobile Battery burst

રાજકોટ,18 માર્ચઃ અત્યારે બાળકો મોબાઇલમાં રમત રમતા હોય છે. હાલમાં જ રાજકોટ ખાતે ભાઇ-બહેન ફોનમાં ગેમ રમી રહ્યાં હતા. તે જ વખતે મોબાઇલની બેટરી(mobile Battery burst) અચાનક ફાટતાં બે બાળકો ગંભીર રૂપે દાઝવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના વિનયગઢ ગામે બાળકો મોબાઇલમાં રમતા હતા ત્યારે અચાનક જ બેટરી ફાટતાં સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના બાળકો દાઝ્યા હતા.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આ વાંકાનેર તાલુકા વિનયગઢનો બનાવ છે. મોબાઈલમાં  રમતા  હતા ત્યારે અચાનક બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોરને રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે માતા-પિતા માટે આ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Farming on mars: નાસાને શોધમાં મળી સફળતા, મંગળ ગ્રહ પર થઇ શકે છે ખેતી