Tree of 40 Fruit edited

જાણવા જેવુઃ ‘Tree of 40 Fruit’નામનું અનોખુ વૃક્ષ જેની પર લાગે છે 40 પ્રકારના ફળો

‘ટ્રી ઓફ 40’(Tree of 40 Fruit)ના નામે જાણીતા વૃક્ષની કિંમત 19 લાખ રુપિયા છે, જેની પર બોર, પીચ, જરદાલુ, ચેરી, શેતુર , નેક્ટારાઇન જેવા ફળો લાગે છે

Tree of 40 Fruit


જાણવા જેવું, 09 ફેબ્રુઆરીઃ સામાન્ય રીતે આપણે એક વૃક્ષ પર એક જ પ્રકારનું ફળ લાગતા જોયું છે. પરંતુ દુનિયામાં એવી જગ્યા પણ છે જ્યાં એક જ વૃક્ષ પર 40 પ્રકારના ફળ લાગે છે. જી, હાં અમેરિકાના એક વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસરે એક આવુ જ વૃક્ષ તૈયાર કર્યુ છે, જેની પર 40 પ્રકારના ફળ લાગે છે. આ વૃક્ષ ‘ટ્રી ઓફ 40’ના નામે જાણીતું છે. આ વૃક્ષની કિંમત 19 લાખ રુપિયા છે. જેની પર બોર, પીચ, જરદાલુ, ચેરી, નેક્ટારાઇન જેવા ફળો લાગે છે. અમેરિકાની યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર સેમ વોન એકેને આ વૃક્ષને જન્માવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ વૃક્ષને વિકસિત કરવા માટે તેઓએ વિજ્ઞાનની મદદ લીધી અને આ શોધમાં સફળતા 2008માં મળી હતી. આ વૃક્ષને ગ્રાફ્ટિંગ ટેક્નિક હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ વૃક્ષને તૈયાર કરવા માટે શિયાળામાં એક કળીની સાથે વૃક્ષની શાખા પર કાપીને અલગ કરવામાં આવે છે અને ત્યાર બાદ ડાળી મુખ્ય વૃક્ષમાં વાવવામાં આવે છે. તે સમયે જોડાયેલા સ્થાને પોષક તત્વોની પેસ્ટ(લેપ) લગાવીને તેની પર પટ્ટી બાંધીને આખો શિયાળો રાખવામાં આવે છે. થોડા સમય બાદ કળી ધીમે ધીમે મુખ્ય વૃક્ષ સાથે જોડાય છે અને ફળ આપે છે. 

આ પણ વાંચો…

IRCTC ટૂર પેકેજ: ધાર્મિક સ્થળે ફરવા જવા વિચારી રહ્યા છો, તો લાભ ઉઠાવો આ પેકેજનો- વાંચો સંપૂર્ણ અહેવાલ