Unique tradition

Unique tradition: દેશના આ ગામોમાં વરની બહેન કન્યા સાથે ફરે છે ફેરા- વાંચો આ અનોખા રિવાજ વિશે

Unique tradition: જતી જાનમાં વરરાજા જતાં નથી કે, ત્યાં આવતી જાનમાં વરરાજા આવતા નથી. વરરાજાને બદલે તેની બહેન ફેરા ફરવા માટે આવે છે

છોટા ઉદેયપુર, 26 એપ્રિલઃ Unique tradition: છોટાઉદેપુર જિલ્લામાં છેક મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકૂવા પાસે પ્રકૃતિના સાંનિધ્યમાં વસવાટ કરતા કેટલાક ગામોના આદિવાસીઓના રિતરિવાજ એવા છે કે જેને તમે જાણશો તો ચોક્કસ આશ્ચર્યમાં પડી જશો. 21મી સદી સાથે તાલ મિલાવી રહેલા આ આદિવાસી સમુહ આધુનિક જમાના સાથે અનુરૂપ બદલાવ લાવવા સાથે દેવપ્રકોપની આમાન્યા રાખી પોતાની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે.

ફેરકૂવા આસપાસના એવા ત્રણ ગામો છે કે, જ્યાંથી જતી જાનમાં વરરાજા જતાં નથી કે, ત્યાં આવતી જાનમાં વરરાજા આવતા નથી. વરરાજાને બદલે તેની બહેન ફેરા ફરવા માટે આવે છે.

આ પણ વાંચોઃ Concept Diagnostics: શરીરના કોઇ પણ રિપોર્ટ કરાવવા હવે ફરવુ નહીં પડે, અમદાવાદ શરુ થઇ છે કોનસ્પેટ ડાયગ્નોસ્ટિક્સ લેબ- વાંચો વિગત

મધ્યપ્રદેશને અડીને આવેલા અંબાલા, સૂરખેડા અને સનાડા ગામમાં વસતા આદિવાસી સમાજના આ રિવાજ પાછળની વાત રસપ્રદ છે. અંબાલા ગામની પાસે જમણી બાજુએ આવેલા એક નાના પર્વત ઉપર ભરમાદેવ નામક દેવતા બિરાજે છે. તેની તળેટીમાં ખૂનપાવા નામના બીજા એક દેવતાનું સ્થાનક છે. આ ત્રણેય ગામના ભરમાદેવ ગ્રામદેવતા છે.

આ ગામના આદિવાસી સમાજના આ આરાધ્ય દેવ છે. જ્યાં વારતહેવારે વિશેષ પ્રકારના પૂજાપાઠ થાય છે. ખાસ કરીને દિવાસા, દેવદિવાળી જેવા શુભદિવસોમાં અહીં આદિવાસી સમાજ દ્વારા ભરમાદેવનું પરંપરાગત રીતે અનુષ્ઠાન કરવામાં આવે છે. તે સમયે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. ભરમાદેવ અને ખૂનપાવા દેવની ઉત્પત્તિ અંગે કોઇ કથા જાણી શકાઇ નહીં. પણ, વાત એવી છે કે ભરમા દેવ કુંવારા છે.

આ પણ વાંચોઃ District Planning Board meeting for the financial year 2022-23: નાણાકીય વર્ષ 2022-23ના જિલ્લા આયોજન મંડળની બેઠક ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ

Gujarati banner 01