Worlds Oldest Man Dies

World’s Oldest Man Dies: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 114 વર્ષની વયે નિધન, જાણો તેમની લાંબી ઉંમરનું રહસ્ય

World’s Oldest Man Dies: ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા હતા

whatsapp banner

વર્લ્ડ ન્યુઝ, 04 એપ્રિલઃ World’s Oldest Man Dies: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. આ વ્યક્તિનું નામ જુઆન વિસેન્ટ પેરેઝ મોરા હતું અને તેમની ઉંમર 114 વર્ષ હતી. જુઆન વિસેન્ટ પેરેઝ મોરા વેનેઝુએલાના રહેવાસી હતા. ફેબ્રુઆરી 2022 માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા હતા. તે સમયે તેમની ઉંમર 112 વર્ષ 253 દિવસ હતી.

આ પણ વાંચો:- Rajput Samaj-BJP Meeting : ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ, રૂપાલાને માફ કરવા તૈયાર નથી

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જુઆનના મોતની જાણકારી આપી હતી. જુઆનનો જન્મ 27 મે 1909ના રોજ થયો હતો. તેમના 11 પુત્રો, 41 દોહિત્રી, 18 પૌત્ર-પૌત્રીઓ અને 12 ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે.

ગિનિસના અહેવાલ પ્રમાણે જુઆન વ્યવસાયે એક ખેડૂત હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમની લાંબી ઉંમરનું રહસ્ય સખત મહેનત, સમય પર આરામ કરવો અને દરરોજ શેરડીમાંથી બનેલો એક ગ્લાસ દારૂ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો