English Medium school in gujarat

School offline study: રાજ્યમાં શાળાઓને લઇ મોટા સમાચાર, સોમવારથી શાળામાં શરુ થશે ઓફલાઇન વર્ગો

School offline study: સરકારે રાજ્યમાં 7 ફેબ્રુઆરીથી ઑફલાઇન શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી

ગાંધીનગર, 05 ફેબ્રુઆરી: School offline study: ગુજરાતમાં કોરોનાના ઘટતા કેસોને જોતા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં 7 ફેબ્રુઆરીથી ઑફલાઇન શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

ટ્વિટ કરીને આપી જાણકારી 

હવે ગુજરાતનાં બાળકોને ફરી દફતર પાટી લઈને તૈયાર થઇ જવાની જાહેરાત શિક્ષણમંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોતે કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

જણાવી દઈએ કે રાજ્યમાં વધતા જતા કેસોને જોતા સરકારે ધોરણ 1 થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરી દીધું હતું. જોકે 9 થી 12 સુધીની શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ હવે ઘટતા કેસોને જોતા સરકારે ફરીથી ધોરણ 1 થી 9 સુધીની શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. જો કે, આ સમય દરમિયાન, વિદ્યાર્થીઓએ સાવચેતી તરીકે માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે.

Gujarati banner 01