હવે આધાર કાર્ડ(aadhar card)માં સરનામુ બદલવુ બન્યુ સરળઃ જાણો ઓનલાઇન પ્રોસેસ

કામની વાત,13 મેઃ અત્યારે કોઇ પણ કાર્ય હોય દરેક માટે આધારકાર્ડ(aadhar card) જરુરી બની ગયું છે. તમારા આધારકાર્ડની બધી વિગતો એકદમ સાચી હોય. જન્મ તારીખ, નામ, સરનામું વગેરેની માહિતીને યોગ્ય રીતે ભરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમારા આધારને લગતા ઘણા કામ અટકી શકે છે.

આધારકાર્ડમાં આપવામાં આવેલી ઘણી માહિતી ઓનલાઇન સુધારી શકાય છે, જેમ કે નામ, જન્મ તારીખ, વગેરે, પરંતુ સરનામું બદલવામાં સમસ્યા આવે છે. આ સમસ્યા મોટે ભાગે તેમના માટે આવે છે જે ભાડેના મકાનોમાં રહે છે. કારણ કે ઘર બદલ્યા પછી ફરીથી આધાર કાર્ડ(aadhar card)માં કાયમી સરનામું બદલવું મુશ્કેલ છે. ભાડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, યુઆઈડીએઆઈએ એક વિશેષ સુવિધા આપી છે, જેથી લોકો હવે ઘરે બેસીને સરનામાંને અપડેટ કરી શકે.

aadhar card

અગાઉ લોકોને આધારકાર્ડ(aadhar card)માં કાયમી સરનામું બદલવા માટે આધાર કેન્દ્ર પર જવું પડતું હતું. અહીં તેમને બધા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડતા હતા. આ પછી જ, આધાર કાર્ડમાં સરનામું બદલવાની એપ્લિકેશન કરી શકાતી હતી. પરંતુ હવે આ કામ ઘરેથી ઓનલાઈન થઈ શકશે. આ માટે, આધાર સેન્ટરના ધક્કા ખાવાની જરૂર નથી.

aadhar card: વેબસાઇટ પર એપ્લિકેશન પ્રોસેસ

  • જો તમે પણ આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગો છો, તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
  • સૌ પ્રથમ યુઆઇડીએઆઇ https://uidai.gov.in/ ની ઓફિશિયલ સાઇટ પર જાઓ.
  • અહીં Address Request (Online) પર ક્લિક કરો.
  • જેમ તમે આ કરશો તેમ એક નવી વિંડો ખુલશે. અહીં Update Addressના વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી આધારકાર્ડ નંબર દાખલ કરો અને લોગ ઇન કરો.
  • પછી તમને પૂછવામાં આવેલી બધી વિગતો ભરો
  • બધી વિગતો ભર્યા પછી, ભાડા કરારની પીડીએફ કોપી અપલોડ કરો
  • પ્રોસેસ આગળ વધાર્યા પછી, તમારા મોબાઇલ પર ઓટીપી આવશે.
  • ઓટીપી ભર્યા પછી, Submit બટન દબાવો. ફક્ત આ કરવાથી તમારી Request  થઈ જશે. થોડા દિવસો પછી તમારાં આધારમાં સરનામું બદલાશે
  • યાદ રાખો કે આ પ્રક્રિયામાં તમારે ભાડા કરારની જરૂર પડશે. આ કરારમાં તમારું નામ લખવું પડશે. અરજી કરતી વખતે, ભાડા કરારને સ્કેન કરીને તેની પીડીએફ કોપી અપલોડ કરવાની રહેશે.
ADVT Dental Titanium

જો તમે ઓનલાઇનને બદલે સરનામાંને ઓફલાઇન બદલવા માંગતા હો, તો આ માટે તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે. અહીં આધાર અપડેશન અથવા કરેક્શન ફોર્મ ભરવું પડશે અને સબમિટ કરવું પડશે. આ સાથે, તમારે આધારકાર્ડ(aadhar card), પાનકાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટની ફોટોકોપીની જરૂર પડશે. ફોર્મ જમા કરાવ્યાના એક અઠવાડિયા કે 10 દિવસમાં આધારકાર્ડમાં સરનામું બદલાશે.

આ પણ વાંચો….

મોટા સમાચારઃ DCGIએ બાળકો માટે આ વેક્સિનના બીજા અને ત્રીજા ક્લિનિક્લ ટ્રાયલને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત