Ambaji temple open

Ambaji temple Will reopen: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ફરી ખુલશે

Ambaji temple Will reopen: અંબાજી મંદિરના દ્વાર ફરી ખુલશે ભક્તો માટે 01 ફેબ્રુઆરી થી સરકારી ગાઈડ લાઈન મુજબ મંદિર ખુલશે

સરકારની SOP મુજબ મંદિરના દ્વાર ખોલવા નિર્ણય

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૯ જાન્યુઆરીઃ
Ambaji temple Will reopen: શક્તિપીઠ અંબાજી મંદિર નાં દ્વાર દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે. હમણાં કોરોના ની ગાઇડલાઇન પ્રમાણે 15 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. ને હવે ફરી 15 દિવસ બંધ રહ્યા બાદ આગામી 1 ફેબ્રુઆરી મંગળવાર થી ફરી દર્શનાર્થી ઓ માટે અંબાજી મંદિર ખોલવાનો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે લીધો છે.

જોકે અંબાજી દર્શને આવનાર યાત્રીકો એ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને કોરોના ની પ્રતિરોધક રશી ના બે ડોઝ લીધેલા નાં સર્ટીફિકેટ રજુ કરવાં પડશે. એટલુંજ નહીં સરકાર ની એસ.ઓ.પી પ્રમાણે માસ્ક ફરજીયાત રાખી સોશીયલ ડિસ્ટન્સ થી માતાજી નાં દર્શન નો લાભ લઇ શકશે.

Ambaji temple Will reopen
  • દર્શનાર્થીઓએ ઓનલાઈન બુકીંગ કરવાનું રહેશે
  • કોરોનાની રસીના બે ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ
  • જોકે મંદિર ટ્રસ્ટે લીધેલા આ નિર્ણય ને લઇ યાત્રીકો સહીત અંબાજી નાં વેપારીઓ માં પણ ખુશી ની લહેર જોવા મળી છે.
  • કોરોનાની રસીના બે ડોઝ લીધા ના સર્ટીફિકેટ રજુ કરવા પડશે

આ પણ વાંચોDayaben Demanded:દયા ભાભી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પરત ફરવા તૈયાર, મેકર્સે માનવી પડશે આ શરતો- વાંચો વિગત

Gujarati banner 01