Food Plate

Annpurna yojna: અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યમાં માત્ર 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

Annpurna yojna: અગાઉ અન્નપૂર્ણા યોજના હેઠળ 10 રૂપિયામાં અપાતું ભોજન અપાતુ હતું. પરંતુ કોરોનાને કારણે આ યોજના બંધ કરવામાં આવી હતી.

ગાંધીનગર, 25 એપ્રિલ: Annpurna yojna: રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે ઘણી એવી યોજનાઓ છે જે બંધ પડી હતી. ત્યારે હાલમાં કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર યોજનાનો પુનઃ લાભ આપવાની યોજના બનાવી રહ્યું છે.  ત્યારે કોરોનાને કારણે બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીએકવાર શરુ થશે. 

હવે શ્રમિકોને માત્ર પાંચ રુપિયામાં જ ભોજન મળશે. આ માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે કામગીરી હાથ ધરી છે. રાજ્યના શ્રમિકોને 5 રુપિયામાં ભોજન અપાશે. આ અગાઉ અન્નપૂર્ણા યોજના(Annpurna yojna) હેઠળ 10 રૂપિયામાં અપાતું ભોજન અપાતુ હતું. પરંતુ કોરોનાને કારણે આ યોજના બંધ કરવામાં આવી હતી.

  અગાઉ અન્નપૂર્ણા યોજના (Annpurna yojna) હેઠળ 10 રૂપિયામાં અપાતું ભોજન અપાતુ હતું. પરંતુ કોરોનાને કારણે આ યોજના બંધ કરવામાં આવી હતી. મહત્વનું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 2017થી શરુ કરવામાં આવી હતી યોજના મહત્વનું છે કે રાજ્યસરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 18 જુલાઈ, 2017ના રોજ  બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.

આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું, જેમાં રોટલી કે થેપલાં, શાક, અથાણું કે ચટણી, લીલાં મરચાં આપવામાં અપાતાં. શ્રમિકો વહેલી સવારે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લેતા અને એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું હતું પરંતુ કોરોનાની મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના (Annpurna yojna) બંધ હતી.

આ પણ વાંચો..Gujarat ATS drugs operation: ગુજરાત ATSનું મોટું ઓપરેશન; પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *