pakistani drugs man arrest

Gujarat ATS drugs operation: ગુજરાત ATSનું મોટું ઓપરેશન; પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Gujarat ATS drugs operation: મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા

અમદાવાદ, 25 એપ્રિલ: Gujarat ATS drugs operation: ગુજરાતમાં દરિયાકાંઠેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. કચ્છ IMBL નજીક ડ્રગ્સના 56 પેકેટ ઝડપાયા. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા કચ્છની IMBL સરહદ નજીક કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી.

ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરી તથા નાર્કોટીક્સની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે જે અન્વયે (Gujarat ATS drugs operation) ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુજરાત રાજ્યમાં કોઇ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તથા ગુજરાત રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે. ગૃહ મંત્રી તથા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત નાઓ દ્વારા ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિક્સ સિન્ડીકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એ.ટી.એસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજેન્સીઓ કટિબદ્ધ છે.

Pakistani icard drugs sized

એ.ટી.એસ.ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા નાઓને બાતમી મળેલ હતી કે “પાકિસ્તાન સ્થિત મુસ્તુફા નામનો ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના બંદરથી પાકિસ્તાની બોટ – અલ હજ માં હેરોઇન ભરી ગુજરાતના દરિયાકિનારા મારફતે ઉત્તર ભારતમાં મોકલવાનો છે.”

જે બાતમી આધારે એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓએ તુરત જ ગંભીરતા લઈ, એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડ ના અધિકારીઓ એ આ અંગે ઓપરેશનની તૈયારી કરેલ હતી જેના ભાગરૂપે એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડના અધિકારીઓ ભારતની જળસીમામાં બાતમીવાળી
જગ્યાએ પહોંચી વોચમાં રહેલ હતા. દરમ્યાન IMBLથી ૧૪ નોટીકલ માઇલ અંદર આ બાતમીવાળી બોટ નામે અલ હજ વાળી આવતા તેને કોસ્ટગાર્ડની શીપ મારફતે આંતરવાની કોશીશ કરતા આ પાકિસ્તાની બોટે ખુબજ સ્પીડથી નાસી જવાનો પ્રયત્ન કરેલ અને બોટમાં રહેલ કોથળા જેવી બેગો દરિયામાં ફેંકવાની કોશીશ કરેલ જેથી આ પાકિસ્તાની બોટને રોકવા કોસ્ટગાર્ડ દ્વારા ફાયરીંગ કરી આ બોટને રોકવામાં આવેલ હતી

pakistani boat

બાદ તેમાં એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડના અધિકારીઓએ જઈ સર્ચ કરતા આ પાકિસ્તાની બોટ અલ હજ માં નવ જેટલા પાકિસ્તાની તથા તેમના કબજામાં રહેલ ૫૬ પેકેટ (અંદાજે ૫૬ કિલોગ્રામ) કિં રૂ. ૨૮૦ કરોડનું હેરોઈન મળી આવેલ છે. જે અંગે એ.ટી.એસ. ખાતે ગુનો રજીસ્ટર કરી આ તમામ નવ પાકિસ્તાની ખલાસીઓને અટક કરી તથા બોટ તથા આ હેરોઇનનો જથ્થો કબ્જે કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ પકડાયેલ પાકિસ્તાની બોટ તથા પાકિસ્તાની ખલાસીઓ તથા પકડવામાં આવેલ હેરોઇન અંગેની વધુ તપાસ એ.ટી.એસ. તથા NCB દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

જેના ભાગરૂપે એ.ટી.એસ. તથા NCB દ્વારા ઉત્તર ભારતના જુદાં જુદાં રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આ હેરોઇન નો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગમાફિયા મુસ્તુફાએ મોકલાવેલ હતો અને તે આ ડ્રગ્સ નો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી ઉત્તર ભારતમાં ક્યાંક પહોંચાડવાનો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે 9 આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરાતા પોલીસ તંત્ર સાબદુ થઈ ગયુ છે.

ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી 56 કિલો ડ્રગ્ઝ ઝડપાયું છે. 

મધદરિયેથી 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે. અને તેઓની પાસેથી ડ્રગ્સના 55 પેકેટ જપ્ત કર્યા છે.જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 280 કરોડ થાય છે.મહત્વનું છે કે, પાકિસ્તાન 9 ડ્રગ્સ માફિયાઓને જખૌ ખાતે લાવવામાં આવશે.

આ પણ વાંચો..Pramukhswami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન-2022

Gujarati banner 01