school 1605808499 edited e1647265814271

Board exam for repeaters: ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર- વાંચો વિગત

Board exam for repeaters : બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ મહિનાની આગામી 15 જુલાઇથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

ગાંધીનગર, 08 જુલાઇઃ Board exam for repeaters: ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ મહિનાની આગામી 15 જુલાઇથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

ત્યારે અમદાવાદ સ્થિત ડીઇઓ કચેરી દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અમદાવાદમાં ધોરણ 10ના 19 હજાર 485 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે કે ધોરણ-12માં 11 હજાર 337 વિદ્યાર્થીઓ (Board exam for repeaters)પરીક્ષા આપશે.

  • 15 જુલાઈથી રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
  • Deo કચેરી દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી
  • અમદાવાદમાં ધો.10ના 19485 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • ધો.12માં 11337 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • ધો-10ના વિદ્યાર્થીઓ માટે 7 ઝોનની 108 બિલ્ડીંગ ફળવાઈ
  • ધો-12ના વિદ્યાર્થીઓ માટે 1 ઝોનની 32 બિલ્ડીંગ ફાળવાઈ
  • એક વર્ગમાં માત્ર 20 વિધાર્થીઓને પરીક્ષા માટે બેસાડવામાં આવશે
  • તમામ કેન્દ્રોના તમામ પરીક્ષા ખંડમાં Cctv કેમેરા સજજ રહશે
  • કોરોના ગાઈડલાઈન નું સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવશે

રાજ્યમાં કોરોના મહામારીના કારણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ ગુજરાત બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. આ સાથે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો છે. એવામાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડએ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.

આવી સ્થિતિમાં ધોરણ-10 અને 12ના રિપિટર્સ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. રિપિટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની અરજદારે હાઇકોર્ટમાં માંગ કરી છે. જેમાં અરજદારે જણાવ્યું છે કે, ‘જો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે તો રિપિટર્સ વિદ્યાર્થીને પણ માસ પ્રમોશન આપો. ઓનલાઈન એક્ઝામ સાથે ઓબ્જેક્ટિવ ઓનલાઈન પરિક્ષાનું પણ સરકાર આયોજન કરે. આ સાથે કોરોના કાળમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બોલાવવા એ હિતાવહ નથી. તમામ કેસો ભલે ઘટી ગયા છે પરંતુ જનજીવન હળવું બન્યું છે.

જો કે, કોર્ટે અરજદારને સવાલ કરતા કહ્યું કે, ‘તમામ કામગીરી ફિઝિકલ થઈ ચૂકી છે તો એક્ઝામ શા માટે ફિઝિકલ ના લેવી.’ હાઇકોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, ‘રિપિટર્સ વિદ્યાર્થીઓને કહો કે ઘરે રહે અને પરીક્ષાની તૈયારી કરે.’ આ અંગે વધુ સુનાવણી 13 જુલાઈના રોજ હાથ ધરાશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય