Ahmedabad Rathyatra

Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી

અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર આખરે રૂપાણી સરકારે અંતિમ મહોર મારી છે. ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે.

જો કે, આ સમાચાર મળતા જ શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે નાથની નગરચર્ચા થઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ભગવાનના રથને ફેરવવામાં આવ્યાં હતાં. જો કે આ વર્ષે રથયાત્રા(Rathyatra 2021)ને શરતી મંજૂરી મળતા ભક્તો ઉત્સાહિત છે.

રથયાત્રા મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન

  • રથયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી.
  • રથયાત્રા મામલે લેખિત અને મૌખિક રજૂઆતો પણ આવી.
  • રાજ્યમાં રિકવરી રેટ 98.54 ટકા થયો અને સતત 50થી 60 હજાર લોકોની ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ છે.
  • રથયાત્રા દરમ્યાન પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ.
  • જે રૂટ પર રથયાત્રા નીકળશે ત્યાં કરફ્યુ રહેશે.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રથયાત્રામાં મંગળા આરતીમાં હાજર રહેશે.
  • રથયાત્રા દરમ્યાન પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ.
  • જે રૂટ પર રથયાત્રા નીકળશે ત્યાં કરફ્યુ રહેશે.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રથયાત્રામાં મંગળા આરતીમાં હાજર રહેશે.
  • ભક્તોએ ઘરે બેઠાં જ દર્શન કરવાના રહેશે.
  • પહિંદવિધિ બાદ નિયમો સાથે રથયાત્રા નીકળશે.
  • રથ પરત ન આવે ત્યાં સુધી તે રૂટ પર કરફ્યુ રહેશે.
  • રથયાત્રામાં 3 રથ અને પાંચ વાહનોને જ મંજૂરી અપાઇ છે.
  • 48 કલાક પહેલાં ખલાસીઓના RTPCTR ટેસ્ટ કરાશે.
  • પહિંદવિધિમાં CM અને Dy.CM ઉપસ્થિત રહેશે.
  • ગજરાજ, ટ્રક અને અખાડાઓને મંજૂરી નથી અપાઇ.
  • ટ્રસ્ટીઓ કે જેઓને મંજૂરી આપવામાં આવશે તેઓનો RTPCR ટેસ્ટ પણ જરૂરી.
  • રથયાત્રા દરમ્યાન શહેરના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ રહેશે.

કોરોના ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નીકાળવાની પરવાનગી

મહત્વનું છે કે, ભક્તોથી લઇને સૌ કોઇમાં એવી આશ હતી કે શું ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે નહીં. ત્યારે આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે ભક્તોની આસ્થાને ધ્યાને રાખી કોરોના ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નીકાળવાની પરવાનગી આપી દીધી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ RBIએ 14 બેન્કને 14.50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, વિવિધ નિયમોના ભંગ બદલ કરવામાં કાર્યવાહી- વાંચો બેન્કોનું લિસ્ટ