CM Bhupendra patel 600x337 1

CM Online complaints: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નાગરિકોની ફરિયાદોના ઓનલાઈન નિવારણ ૨૮મી ડિસેમ્બરે યોજાશે

CM Online complaints: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૮મી ડિસેમ્બરે યોજાશે

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮:૩૦થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

ગાંધીનગર, 26 ડિસેમ્બર: CM Online complaints: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરે, બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બર-૨૦૨૩નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮મી ડિસેમ્બરે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૮મી ડિસેમ્બરે બપોરે ૩:૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૩:૩૦ કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

Three years of organ donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના ત્રણ વર્ષ પૂર્ણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો