Coffee Face Pack

Coffee Face Pack: કોફીમાં આ વસ્તુઓ મિક્સ કરવાથી જ ચહેરા પર આવશે નેચરલ ગ્લો- આજે જ ટ્રાય કરો

Coffee Face Pack: કોફી પાવડર સાથે આ સ્ક્રબ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે.

whatsapp banner

બ્યુટી ટિપ્સ, 05 એપ્રિલઃ Coffee Face Pack: દરેક મહિલાને સુંદર દેખાવુ ગમે છે, પરંતુ આ ગરમીની સિઝનમાં ટેનિગ પણ ઝડપથી થાય છે. સ્કિનને વધુ સુંદર અને ગ્લોઇંગ બનાવવા માટે બજારમાંથી જાત જાતની પ્રોડક્ટનો યુઝ કરે છે. જે લાંબા ગાળે સ્કિનને નુકશાન પહોંચાડે છે.

તો આવો ઘરમાં રહેલી એવી વસ્તુ એટલે કે કોફી પાઉડર (Coffee Face Pack) વિશે જાણીએ જે સ્કિનને ગ્લો અપવવામાં મદદ કરશે. કોફી પાઉડર એક પ્રકારનું કુદરતી સ્ક્રબ છે જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે.

આ પણ વાંચો:- Pushpa 2 Teaser: રશિમકાના જન્મદિવસે પુષ્પા 2નુ પોસ્ટર રિલીઝ, જુઓ શ્રીવલ્લીનો જોરદાર લુક

જો તમે (Coffee Face Pack) કોફી પાઉડરનો ઉપયોગ કરીને તમારી ત્વચાને સ્વચ્છ અને ગ્લોઈંગ બનાવવા માંગો છો, તો તમે કેટલાક અન્ય ઘટકોને મિક્સ કરીને પણ સ્ક્રબ તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ કોફીમાં શું મિક્સ કરી શકાય.

મધ
મધ ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર છે. મધ સાથે કોફી પાવડર ભેળવીને સ્ક્રબ કરવાથી ત્વચાને પોષણ મળે છે અને તેની ચમક પણ વધે છે. મધના એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ ત્વચાને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે.

નાળિયેર તેલ
નાળિયેર તેલમાં હાજર પોષક તત્વો અને ફેટી એસિડ્સ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેની ભેજ જાળવી રાખે છે. કોફી પાવડર સાથે આ સ્ક્રબ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરે છે.

દહીં
દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. કોફી પાવડર અને દહીં સ્ક્રબ ત્વચાને સ્વચ્છ અને તાજી બનાવે છે.

ખાંડ
ખાંડ એક પ્રકારનું કુદરતી એક્સ્ફોલિયન્ટ છે જે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને તેમાં નવી ચમક લાવે છે. કોફી પાવડર અને સુગર સ્ક્રબ ત્વચાને કુદરતી ચમક અને તાજગી આપે છે.

લીંબુનો રસ
લીંબુનો રસ ત્વચા માટે કુદરતી બ્લીચનું કામ કરે છે. કોફીમાં લીંબુ ભેળવીને લગાવવાથી ત્વચાનો રંગ નિખારવામાં મદદ મળે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો