cancel train 2

Check your train cancelled?: ઘરેથી નીકળતા પહેલા ચેક કરો કે તમારી ટ્રેન કેન્સલ તો નથી થઈ

Check your train cancelled?: સુરત સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે

સુરત, 06 એપ્રિલ: Check your train cancelled?: પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામના સંબંધમાં નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

આ પણ વાંચો:- Good news for railway passengers: રેલવે મુસાફરો માટે સારા સમાચાર; ઓખા-ગોરખપુર ટ્રેન ફરીથી શરૂ

  • 06 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વડોદરા-દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 7 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 20907 દાદર-ભુજ્સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને દાદર-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 7 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.
  • 7 એપ્રિલ 2024ની ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને  www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો