surendranagar dam

Dholidhaja Dam: સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા બેઠક યોજાઈ 

Dholidhaja Dam: સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા નાયબ મુખ્ય દંડક્શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ     

  • Dholidhaja Dam: રૂ. ૩૦ કરોડના ખર્ચે ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ
  • નાયબ મુખ્ય દંડક જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી વિવિધ બાબતોની સમીક્ષા કરી

સુરેન્‍દ્રનગર: 24 નવેમ્બર: Dholidhaja Dam: નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,  સભાખંડ ખાતે ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડકએ ઉપસ્થિત સર્વેને ડેમના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. ત્યારબાદ  નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ડેમની મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રૂ.30 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે પ્રવાસન નિગમના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી વિવિધ બાબતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ફરવા માટેના સ્થળ તરીકે ધોળીધજા ડેમનો સુંદર વિકાસ થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના અને આજુબાજુના લોકોને ખૂબ જ ટૂંકા સમયમાં એક પ્રવાસન સ્થળ મળશે.

PM Swanidhi Yojana: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શેરી-ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો

જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, આશરે  પાંચ હેક્ટર જેટલા વિસ્તારમાં ધોળીધજા ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. આજે આ કામમાં રસ ધરાવતી અલગ-અલગ ૭ જેટલી એજન્સીઓ સાથે સ્થળ મુલાકાત કરી આગળનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં તેમણે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ સારા વિકાસના કાર્યો થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત પ્રવાસન અને સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અલગ-અલગ એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો