money 7th pay commission

Diwali Bonus: રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ

Diwali Bonus: સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો

ગાંધીનગર, 26 ઓક્ટોબરઃ Diwali Bonus: ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે.

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ કે, રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 3500 રુપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડ રુપિયાનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના 31,596 કર્મચારીઓને મળશે.

મહત્વનું છે કે સરકારની આ જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Jio Phone Next: Reliance Jio નો દિવાળી ધમાકો Jio Phone Next ની આતુરતા થશે ખતમ, આ તારીખે થશે લોન્ચ

Whatsapp Join Banner Guj