Fake news 1

Fake news ફેક ન્યૂઝ એલર્ટ: મહિલાઓ માટે વિશેષ..

Fake news: સોશિયલ મીડિયામાં જે ઝડપથી આવું કન્ટેન્ટ ફેલાય છે એ જોતા તેને એટલી જ ઝડપથી રોકવુ પણ જરૂરી છે.

ડૉ શિરીષ કાશીકર, અમદાવાદ

અમદાવાદ , ૨૭ એપ્રિલ: Fake news: આગામી એક તારીખથી ૧૮થી ૪૫ની વયના તમામ નાગરિકો માટે રસીકરણની મહાઝુંબેશ શરૂ થઈ રહી છે. ત્યારે રાબેતા મુજબ કેટલાક બની બેઠેલા નિષ્ણાતો નીતનવી અફવાઓ અને ફેક ન્યૂઝ ફેલાવવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયામાં જે ઝડપથી આવું કન્ટેન્ટ ફેલાય છે એ જોતા તેને એટલી જ ઝડપથી રોકવુ પણ જરૂરી છે.આ એલર્ટ વિશેષ તો મહિલાઓ માટે છે પણ વાચવુ અને ફેલાવવું એ આપણી બધાની જવાબદારી છે.

વાત એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરી રહી છે.આ પોસ્ટનો સાર એવો છે કે ” મહિલાઓ માસિકસ્રાવના પાચ દિવસ પહેલા અને પાચ દિવસ પછી રસીકરણ ના કરાવે કારણકે એ બન્ને સમયગાળા દરમિયાન મહિલાઓની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. રસીકરણ શરુઆતમાં મહિલાઓની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી કરે છે પછી તે ખૂબ ઝડપથી વધારે છે.જ્યારે મહિલાઓની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય ત્યારે કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધી શકે છે એટલે સાવચેત રહેવું.”

Whatsapp Join Banner Guj

ઉપરોક્ત તમામ માહિતી તદ્દન ખોટી અને અવૈજ્ઞાનિક છે.નાગપુરના ગાઈનેકોલોજિસ્ટ ડૉ ચૈતન્ય શેમ્બેકર કહે છે કે આ પોસ્ટમાં અપાયેલી માહિતી ખોટી છે. (fake news) માસિકસ્રાવ દરમિયાન રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થાય છે અને રસીકરણથી પણ રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે એ માન્યતા ખોટી છે.તેઓ કહે છે કે માત્ર ગર્ભવતી મહિલાઓએ તેમના તબીબની સલાહ વગર રસી ના લેવી જોઈએ કારણકે એમના પર થતી અસરોનો હજુ અભ્યાસ થયો નથી. એ સિવાયની કો મોર્બીડ ના હોય તેવી તમામ તંદુરસ્ત મહિલાઓએ વહેલી તકે રસી લઇ લેવી જોઈએ.

ભોપાલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. સોનિલ શ્રીવાસ્તવ પણ કહે છે કે આ પોસ્ટ અવૈજ્ઞાનિક વાતોથી ભરેલી છે અને પાયાવિહિન છે.હા, રસીકરણને કારણે ઝીણો તાવ આવવો કે શરીરમાં દુખાવો થવો જેવી કેટલીક આડઅસરો જોવા મળી શકે છે પણ તેનો સહજ ઈલાજ શક્ય છે.

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેકટ ચેક એલર્ટમાં (fake news)પણ આ પોસ્ટને ખોટી માહિતીવાળી ગણાવી અફવાઓથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો…RT-PCR mobile van: કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે અમદાવાદ જિલ્લામાં મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત થઈ

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *