Mehsana station

Mahesana Palanpur stoppage: પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોના પાલનપુર અને મહેસાણા સ્ટેશનો પર સ્ટોપેજના સમયમાં વધારો

અમદાવાદ ,૦૬ ઓક્ટોબર: Mahesana Palanpur stoppage: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે કેટલીક ટ્રેનોનો પાલનપુર અને મહેસાણા સ્ટેશનો પર સ્ટોપેજનો સમય તત્કાલ પ્રભાવથી આગામી સૂચના સુધી 02 મિનિટથી વધારીને 05 મિનિટ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ એક પ્રેસ રિલીઝ અનુસાર આ વિશેષ ટ્રેનોનો સુધારેલ સમય નીચે મુજબ છેઃ

  • ટ્રેન નંબર 09708 શ્રી ગંગાનગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ હવે પાલનપુર સ્ટેશન પરથી 18.02 વાગ્યે ના સ્થાને 18.05 વાગ્યે ઉપડશે. 
  • ટ્રેન નંબર 04707 બિકાનેર – દાદર સ્પેશિયલ હવે પાલનપુર સ્ટેશન પરથી 19.20 વાગ્યે ના સ્થાને 19.23 વાગ્યે ઉપડશે. 
  • ટ્રેન નંબર 04707 બિકાનેર – દાદર સ્પેશિયલ હવે મહેસાણા સ્ટેશન પરથી 20.31 વાગ્યે ના સ્થાને 20.34 વાગ્યે ઉપડશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોની નોંધ લેવા વિનંતી છે.
મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા કરવામાં આવે

આ પણ વાંચો…Judgment on fifth day for the first time in a rape case: દેશમાં પ્રથમ વખત દુષ્કર્મ કેસની ટ્રાયલમાં પાંચમા દિવસે જ આરોપીને મળી સજા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj