Judgement 2

Judgment on fifth day for the first time in a rape case: દેશમાં પ્રથમ વખત દુષ્કર્મ કેસની ટ્રાયલમાં પાંચમા દિવસે જ આરોપીને મળી સજા- વાંચો વિગત

Judgment on the fifth day for the first time in a rape case: જયપુરના કોટખાવદા વિસ્તારમાં 26 સપ્ટેમ્બરના રોજ 9 વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાના 13 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરી લીધી હતી

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃJudgment on the fifth day for the first time in a rape case: દેશમાં દુષ્કર્મ પીડિતાઓને ન્યામ મળવામાં ઘણો સમય થઈ જાય છે, પરંતુ જયપુર કોર્ટે ફક્ત 9 દિવસની અંદર દુષ્કર્મના કેસમાં આરોપીને સજા સંભળાવી એક મિસાલ રજૂ કરી છે. જયપુરના કોટખાવદા વિસ્તારમાં 26 સપ્ટેમ્બરના રોજ 9 વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાના 13 કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેના પછી 6 કલાકમાં આરોપી વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ચલણ પણ રજૂ કર્યું હતું. 4 દિવસમાં કુલ 28 કલાકની સુનાવણી દરમિયાન કોર્ટે તેનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે

અત્યારે પણ પીડિત બાળકી જયપુરિયા હોસ્પિટલમાં દાખલ છે. બાળકીની સ્થિતિ એવી નથી કે તેને કોર્ટમાં લાવી શકાય. તેથી કોર્ટે વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી જ પીડિતાનું નિવેદન નોંધ્યું. તેના પછી કોર્ટમાં 5 ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે એ ક્ષણ આવી જ્યારે જજે આરોપીને 20 વર્ષની જેલ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

આ પણ વાંચોઃ Power cut in Gujarat: ગુજરાતમાં હવે થશે મોટાપાયે વીજકાપ, 6 જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ- વાંચો આ છે કારણ

દેશમાં આ પ્રથમ કેસ છે, જ્યા માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને ફક્ત ચાર દિવસના ટ્રાયલ પછી જ પાચમા દિવસે સજા સંભળાવવામાં આવી હોય. બાળકીને ન્યાય અપાવવામાં મુખ્ય ભૂમિકા જયપુર પોલીસ કમિશ્નરેટમાં દક્ષિણ જિલ્લાના 150 પોલીસકર્મી, પોક્સો કોર્ટ, વિશેષ સરકારી વકીલ, એફએસએલ ટીમ, ડોક્ટર અને તપાસ એજન્સીઓની રહી

ઉલ્લેખનીય છે કે, 26 સપ્ટેમ્બરના રોજ સાંજે 6:30 વાગ્યે બાળકી તેના દાદા માટે બીડી ખરીદવા માટે ઘરની બહાર આવી હતી. આ દરમિયાન ગામના 25 વર્ષીય કમલેશ મીણાએ બાળકીને ફોસલાવી અને તેને ઘરથી દૂર એકાંત સ્થળે લઈ ગયો અને તેની પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે બાળકી રડવા લાગી ત્યારે તેણે બાળકીનું ગળું દબાવીને હત્યા કરવાની કોશિશ કરી. જેના કારણે બાળકી બેભાન થઈ ગઈ હતી

આ પણ વાંચોઃ Protest at Rahul Gandhi’s Lucknow Airport: સરકારે લખીમપુર જવાની મંજૂરી આપી પણ રાહુલ ગાંધીના લખનૌ એરપોર્ટ પર ધરણા- વાંચો વિગત

બાળકી મરી ગઈ હોવાનું વિચારીને આરોપી ત્યાંથી નાસી ગયો હતો. હોશમાં આવ્યા બાદ જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે બાળકીની માતાને તેના કપડાં પર લોહી જોઈને આશ્ચર્ય થયું હતું. જે બાદ તેને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર કોટાવડા રેફર કરાયા હતા. આ મામલો રાત્રે 10:30 વાગ્યે કોટાવડા પોલીસ સુધી પહોંચ્યો હતો. તેના પછી બાળકીની સ્થિતિ બગડ્યા પછી, તેને જયપુરની જયપુરિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી

એડિશનલ ડીસીપી અવનીશ કુમાર શર્માએ જણાવ્યું કે કેસમાં 150 પોલીસકર્મીઓની ટીમોએ અલગ-અલગ કામ કર્યું. સતત 18 કલાક સુધી ઉંઘ્યા વગર પોલીસે કેસની તપાસમાં આરોપીની ધરપકડથી લઇ સજા અપાવ્યા સુધી 150 પોલીસકર્મીઓની જુદી-જુદી ટીમો ઝડપથી કામ કરતી રહી

Whatsapp Join Banner Guj