Mobile shoping

News alert: ડી-માર્ટની આ લિન્ક ખોલવાથી તમારી બૅન્કની માહિતી થઈ શકે છે લીક, સાયબર પોલીસે આપી ચેતવણી

અમદાવાદ , ૨૧ ઓગસ્ટ: News alert: છેલ્લા થોડા દિવસથી પ્રસિદ્ધ સુપર માર્કેટ ડિ-માર્ટની એક લિન્ક વ્હૉટ્સઍપ પર વાયરલ થઈ છે. આ લિન્ક દ્વારા ગ્રાહકોને ગિફ્ટ આપવાની લાલચ આપવામાં આવી છે. મફતમાં ગિફ્ટની લાલચમાં અત્યાર સુધી હજારો લોકો આ લિન્ક પર ગયા છે. આ લિન્ક બનાવટી અને ગ્રાહકોને ફસાવનારી છે. એથી એને ખોલવી નહીં અને એની લાલચમાં આવવું નહીં એવી અપીલ પુણેની સાયબર પોલીસ દ્વારા કરવામાં આવી છે.


સાયબર ક્રાઇમનું પ્રમાણ દિવસે ને દિવસે વધી ગયું છે. લોકોને (News alert) ઑનલાઇન ફસાવનારી આખી ટોળકી પદ્ધતિસર કામ કરે છે. એથી એનાથી સાવચેત રહેવાની અપીલ પોલીસને કરવી પડી છે. છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ડી-માર્ટના 20મા સ્થાપના દિન નિમિતે ગ્રાહકોને મફત ગિફ્ટ આપવાની એક લિન્ક વ્હૉટ્સઍપ પર ફરી રહી હતી.

Diamond trader donated 30crore for Parvati mandir: સોમનાથના પાર્વતી મંદિર માટે હીરાના વેપારીએ રૂા. 30 કરોડનું દાન આપ્યું

News alert: આ લિન્ક ઉપર ક્લિક કરવાથી એક વેબ પેજ પર ચાર સવાલ પૂછવામાં આવે છે અથવા એક સ્પિન વ્હીલ ઓપન થાય છે. સવાલના જવાબ આપવા પર અથવા સ્પિન વ્હીલ ફેરવતાં સમયે પાંચ હજાર રૂપિયાની ગિફ્ટનું કાર્ડ તેમ જ અમુક વસ્તુ જીતી ગયા હોવાનું કહેવામાં આવે છે. તેમ જ આ લિન્ક પાંચ વ્હૉટ્સઍપ ગ્રુપ પર અથવા 20 મિત્રોને શૅર કરવાનું કહેવામાં આ છે. એથી મોટા પ્રમાણમાં લોકો સમજ્યા કે વિચાર્યા વગર આ લિન્કને ફોરવર્ડ કરી રહ્યા હતા.

સાયબર પોલીસના કહેવા મુજબ (News alert) આવી લિન્ક દ્વારા ફ્રૉડ કરનારી ટોળકી લોકો પાસેથી તેમની બૅન્કની ડિટેલ માગે છે. લિન્ક ઓપન કરીને બૅન્ક સંબંધિત OTP નંબર માગે છે, એ કોઈ સાથે શૅર કરવો નહીં તેમ જ કોઈ પણ અજાણી મોબાઇલ ઍપ ડાઉનલોડ કરવી નહીં એવી અપીલ પણ સાયબર પોલીસે કરી છે.

Whatsapp Join Banner Guj